
કોઈ ગર્લ્સ હોસ્ટેલની બારી ખખડાવી લાઇટ બંધ કરે છે!.ખેડાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને થયો ડરામણો અનુભવ થઈ રહ્યો છે.કન્યા છાત્રાલયની ૪૭ વિદ્યાર્થિની ભયના ઓથાર હેઠળ.નડિયાદ અનુસૂચિત કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વો ખૌફ ફાટી નીકળ્યો છે. નડિયાદ પીજ રોડ કેનાલ ઉપર આવેલ છાત્રાયલની વિદ્યાર્થીનીઓએ કોઈ અજાણ્યા શખ્સના આતંકને પગલે પોલીસની શી ટીમ પાસેથી મદદ માંગી હતી. ગઈકાલે રાત્રે છાત્રાલયમાં પથરા ફેંકવાની અને લાઈટના ફોક્સની ઘટનાથી ૫૦થી વધુ વિદ્યાર્થીનીઓ આખી રાત ભયના ઓથાર નીચે કાઢ્યો.
નડિયાદમાં સરકારી કન્યા છાત્રાયલ આવેલી છે. જ્યાં છેલ્લા અઠવાડિયાથી આ અનુસૂચિત જાતિ કન્યા છાત્રાલયમાં અસામાજિક તત્વોનો આતંક ફાટી નીકળ્યો છે. વોર્ડન સમક્ષ રજૂઆત છતાં વિધાર્થીનીઓની વાતને સાંભળવામાં આવતી નથી.
આ સરકારી કન્યા છાત્રાયલયમાં ૧૧ રૂમ આવેલા છે. આ ગર્લ્સ હોસ્ટેલમાં ૪૭ વિદ્યાર્થીનીઓ રહે છે. વિદ્યાર્થીનીઓએ ફરિયાદ કરી કે, રાત્રિના સમયે કોઈ અજાણ્યો શખ્સ બારીઓ ખખડાવીને અને લાઈટો બંધ કરીને તેમને ડરાવવાનો પ્રયાસ કરે છે. આ ભયના ઓથાર હેઠળ જીવતી દીકરીઓ રાતભર ઊંઘી શકતી નથી, જેના કારણે તેમના અભ્યાસ અને સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થિનીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
એટલું જ નહિ, વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર આ અંગે હોસ્ટેલની વોર્ડન દિપ્તી મોગરીયાને જાણ કરી હતી. છતાં વોર્ડને પણ સમગ્ર મામલે આંખ આડા કાન કર્યા હતા. જેથી ભયના ઓથાર નીચે જીવતી દીકરીઓની મદદે શી ટીમ દોડી ગઈ હતી. આ કારણે સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, છેલ્લા છ દિવસથી રાત્રે ૧૧ વાગ્યા પછી હેરાનગતિ શરૂ થાય છે. અજાણ્યા શખ્સો પાછળની બારીઓ ખખડાવે છે અને ભય ફેલાવે છે. અન્ય વિદ્યાર્થિનીએ ઉમેર્યું કે, નિયમ મુજબ વોર્ડને રાત્રે હોસ્ટેલમાં હાજર રહેવું જાેઈએ, પરંતુ તેઓ રોકાતા નથી. આ અસુરક્ષિત વાતાવરણમાં અમારે કોલેજ જવું પણ મુશ્કેલ બની ગયું છે.
વોર્ડનની વર્તનથી વિદ્યાર્થીનીઓમાં ભારે રોષ જાેવા મળ્યો હતો. ત્યારે નાયબ નિયામક ધવલ કારેઠા દ્વારા વિદ્યાર્થીનીઓની વાત સાંભળીને તેઓને રક્ષણ આપવાની ખાતરી આપી હતી.




