
૯૫ કરોડ લોકોને સામાજિક સુરક્ષાનો લાભ મળ્યો : રાષ્ટ્રપતિ AIના દુરુપયોગના મામલે ગંભીરતાની જરૂર : રાષ્ટ્રપતિકેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે સમર્પિત છે અને તેના પરિણામે એક દાયકામાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છેઆજથી સંસદમાં બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સત્રના પહેલા જ દિવસે બંને ગૃહની સંયુક્ત બેઠકોમાં સાંસદોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે તમામ સાંસદોએ ગૃહ યોગ્ય રીતે ચાલવા દેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર યોગ્ય સામાજિક ન્યાય માટે સમર્પિત છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ કરવાનો સરકારનો દ્રષ્ટિકોણ તમામ નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવી રહી છે. ભારતે છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં તમામ ક્ષેત્રોમાં પોતાનો પાયો મજબૂત કર્યો છે, જે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યાંકનો મજબૂત પાયો છે. કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળમાં ગરીબોને સશક્ત બનાવવાનું અભિયાન ઝડપી ચાલી રહ્યું છે.’
રાષ્ટ્રપતિએ ભારપૂર્વક કહ્યું કે, કેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે સમર્પિત છે અને તેના પરિણામે એક દાયકામાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી શક્યા છે. વર્ષ ૨૦૧૪ સુધી માત્ર ૨૫ કરોડ લોકોને જ સામાજિક સુરક્ષાનો લાભ મળતો હતો, જાેકે આજે ૯૫ કરોડ લોકોને તેનો લાભ મળ્યો છે.
રાષ્ટ્રપતિએ કે ‘મને સંસદના આ સત્રને સંબોધિત કરવાનો આનંદ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૫માં ભારતની ઝડપી પ્રગતિ થઈ છે, જે યાદગાર છે. દેશભરમાં વંદે મારતમના ૧૫૦ વર્ષની ઉજવણી થઈ રહી છે. આ મહાન પ્રેરણા માટે નાગરિકો બંકિમ ચંદ્ર ચેટર્જીને નમન કરી રહ્યા છે. સંસદમાં વંદે માતરમ પર ખાસ ચર્ચા હોવાના કારણે હું તમામ સાંસદોને અભિનંદન પાઠવું છું. સરકાર ભ્રષ્ટાચાર અને કૌભાંડ મુક્ત તંત્ર આપવામાં સફળ થઈ છે અને તેનાથી એક-એક પૈસો ભારતના વિકાસમાં ખર્ચ થઈ રહ્યો છે.’
‘અગાઉના વર્ષે દેશભરમાં શ્રી ગુરુ તેજ બહાદુરજીની ૩૫૦મી શહીદી દિવસની ઉજવણી કરાઈ, બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જ્યંતિએ શ્રદ્ધાંજલી પાઠવીને આદિવાસી સમાજના યોગદાનને યાદ કરવામાં આવ્યું. સરદાર પટેલની ૧૫૦મી જન્મ જ્યંતિ ઉજવણી દરમિયાન અનેક કાર્યક્રમો યોજીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને મજબૂત કરવામાં આવ્યું.
દેશભરના નાગરિકો સાક્ષી છે કે, કેવી રીતે ભારત રત્ન ભૂપેન હજારિકાના જન્મ જ્યંતિ સમારોહે દેશને સંગીત અને એકતાની ભાવનાથી ભરી દીધું. જ્યારે દેશના નાગરિકો પોતાના પૂર્વજાેના યોગદાનને યાદ કરે છે, તો નવી પેઢીને પ્રેરણા મળે છે અને આનાથી જ વિકસિત ભારતની યાત્રાને વેગ મળે છે.’
‘વર્ષ ૨૦૨૬ની શરૂઆત થતાં જ આપણા દેશે સદીના બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો છે. સદીના પ્રથમ ૨૫ વર્ષ ભારત માટે અનેક સફળતાઓ, ગર્વ ભરેલી ઉપલબ્ધીઓ અને અસાધારણ અનુભવોથી ભરેલા રહ્યા છે. છેલ્લા ૧૦-૧૧ વર્ષમાં ભારતે તમામ ક્ષેત્રોમાં પોતાનો પાયો મજબૂત કર્યો છે, જે વિકસીત ભારતની યાત્રાનો મહત્ત્વનો આધાર છે.
‘મારી સરકાર સંપૂર્ણ સંવેદનશીલતાથી દલિતો, પછાત વર્ગો, આદિવાસી સમુદાયો અને બધા માટે કામ કરી રહી છે. તમામ નાગરિકોના જીવનમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ અભિયાનની સકારાત્મક અસર જાેવા મળી રહીછે. ૨૦૧૪ની શરૂઆતમાં સામાજિક સુરક્ષાની યોજનાઓનો માત્ર ૨૫ કરોડ નાગરિકોને લાભ મળ્યો હતો, ત્યારબાદ સરકારના પ્રયાસોથી હવે ૯૫ કરોડ ભારતીયોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે.’
તેમણે બંને ગૃહોના સાંસદોને સંબોધીત કરીને કહ્યું કે, ‘આજના યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના દુરુપયોગ મામલે ગંભીરતા રાખવી ખૂબ જરૂરી છે. ડીપ ફેક્સ અને નકલી સામગ્રી લોકશાહી, સામાજિક સંવાદિતા અને જાહેર વિશ્વાસ માટે મોટો ખતરો બની રહી છે. તમારે બધાએ આ મુદ્દા પર સાથે મળીને વિચાર કરવો જાેઈએ.’
‘ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર અને વિકાસ કરવા માટે ‘વિકસિત ભારત-ગ્રામ કાયદો’ બનાવાયો છે. આ નવા સુધારાથી ગામડાઓમાં ૧૨૫ દિવસની રોજગારીની ગેરન્ટી મળશે.’ આ દરમિયાન એનડીએ-ભાજપ સાંસદોએ પાટલી થપથપાવીને ભાષણનું સ્વાગત કર્યું હતું. બીજીતરફ વિપક્ષી સાંસદો ઉભા થઈ ગયા હતા અને કાયદો વાપર લેવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો.
રાષ્ટ્રપતિએ ૨૦૨૫માં પાકિસ્તાન વિરુદ્ધ ભારતની કાર્યવાહીનો ઉલ્લેખ કરાત કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂરે ભારતનું પરાક્રમ દેખાડી દીધું છે. સરકારે સંદેશ આપ્યો છે કે, કોઈપણ આતંકવાદી હુમલા વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવશે.’
‘કેન્દ્ર સરકારની નીતિ મુજબ સુરક્ષા દક્ષોએ ઉગ્રવાદ સામે પણ નિર્ણાયક કાર્યવાહી કરી છે. આ નીતિના કારણે ૧૨૬ જિલ્લામાં ચાલી રહેલી માઓવાદી પ્રવૃત્તિ ઘટીને ૮ જિલ્લા પર આવી ગઈ છે અને તેમાંથી માત્ર ત્રણ જિલ્લામાં જ ગંભીર અસર છે.
‘કેન્દ્ર સરકાર વિકસિત ભારતની પ્રથમ પ્રાથમિકતા તરીકે ખુશખુશાલ ખેડૂતો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. આ જ ભાવનાના કારણે સરકારે PM કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી.’
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ‘વિકસીત ભારત જી રામ જી અધિનિયમ’ની પ્રશંસા કરતા કહ્યું કે, ‘આ કાયદાથી ગામડાઓના વિકાસને નવી ગતિ મળશે અને ભ્રષ્ટાચાર અટકાવવા મદદ થશે. આ અધિનિયમથી ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના વિકાસ માટે નવી સુવિધાઓ વિકસીત થશે.’




