
અડધે રસ્તે પહોંચતા જ ૪ લેનમાંથી સીધો ૨ લેન!.દુનિયાની ૮મી અજાયબી સમાન મુંબઈનો બ્રિજ.MMRDA એ દાવો કર્યો હતો કે, ૪ લેનમાંથી ૨ લેનનો બની જતો આ ફેરફાર આયોજનબદ્ધ છે, ડિઝાઈનની ખામી નથી.મુંબઇના એક ફ્લાયઓવરનો એરિયલ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં કેટલાક યુઝર્સ તેની સરખામણી ભોપાલના ખામીયુક્ત રેલ ઓવર બ્રિજ સાથે કરી રહ્યા છે જેમાં ૯૦-ડિગ્રીનો વળાંક હતો. ભોપાલની એ ઘટનામાં જાહેર બાંધકામ વિભાગ (PWD) ના બે મુખ્ય ઈજનેરો સહિત સાત ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
જાે કે, આ ડબલ ડેકર ફ્લાયઓવર બનાવનાર મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) એ દાવો કર્યો હતો કે, ૪ લેનમાંથી ૨ લેનનો બની જતો આ ફેરફાર આયોજનબદ્ધ છે અને તે કોઈ માળખાગત કે ડિઝાઈનની ખામી નથી. તેમણે ઉમેર્યું કે, જગ્યાના અભાવને કારણે આવું કરવામાં આવ્યું છે. આ પૂર્વનિર્ધારિત નક્શા અનુસાર જ બનાવાયો છે તેમાં કોઇ ખામી નથી.
કોંગ્રેસે આ મુદ્દે ભાજપ સરકાર પર નિશાન સાધતા ભાજપ સરકારની ઝાટકણી કાઢી હતી. બીજી તરફ, MMRDA એ પોતાનો બચાવ કરતા કહ્યું કે, બ્રિજની પહોળાઈ અચાનક ઓછી થતી નથી, પરંતુ જગ્યાની મર્યાદા અને ભવિષ્યની આયોજન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૪ લેનમાંથી ૨ લેનનું ટ્રાન્ઝિશન ડિઝાઈન કરવામાં આવ્યું છે.
આ અંગે MMRDA પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, “આયોજન મુજબ, ફ્લાયઓવરને ભયંદર પૂર્વ માટે બે લેન અને ભયંદર પશ્ચિમ માટે ભાવિ જાેડાણ માટે બે લેન સાથે ડિઝાઈન કરવામાં આવ્યો છે.” તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે ભયંદર પૂર્વનો ભાગ પહેલા આવતો હોવાથી, હાલમાં ૪ લેનનું કોન્ફિગરેશન ૨ લેનમાં રૂપાંતરિત થાય છે.
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ પણ સ્સ્ઇડ્ઢછ ના જવાબની ટીકા કરી હતી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે લોકોએ આ ઓથોરિટી અને આ ‘માસ્ટરપીસ‘ ડિઝાઈન કરનાર ટીમની મજાક ન ઉડાવવી જાેઈએ.પરંતુ તેમનું સન્માન કરવું જાેઇએ. આ બ્રિજ વૈશ્વિક સ્થપતિઓ માટે એક ઉત્તમ નમુનો છે.
ઠાકરેએ કહ્યું, “આવતા વર્ષે આ ડિઝાઈન બીજા દેશોને શીખવવા માટે અન્ય એક MoU કરવામાં આવશે. આ બ્રિજ ૨૦૪૭ સુધીમાં પૂર્ણ થશે – જે સમયગાળો અન્ય તમામ વચનો માટે આપવામાં આવ્યો છે. આવી ભયાનક ડિઝાઈન બનાવવા પાછળ કેવી મૂર્ખામી હોઈ શકે – ૪ લેનમાંથી અચાનક ૨ લેન થઈ જાય છે અને MMRDA આ મૂર્ખતાપૂર્ણ અને ભ્રષ્ટ પદ્ધતિનો બચાવ કરી રહ્યું છે.”




