
કલાકૃતિઓ ભારતમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતી.અમેરિકા ભારતને કાંસાની ત્રણ પ્રાચીન કલાકૃતિ પરત કરશે.ભારત સરકારે આ ત્રણમાંથી એક શિલ્પને લાંબા ગાળાના ધિરાણ (લૉન્ગ-ટર્મ લોન) પર રાખવા સંમતિ આપી . અમેરિકા ભારતને તેની ત્રણ કાંસાની અતિ પ્રાચીન અને ભવ્ય કલાકૃતિઓને પરત કરી દેશે. આ ત્રણેય કલાકૃતિઓ ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવાઇ હતીવોશિંગ્ટન ડીસી સ્થિત સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે બુધવારે કહ્યું હતું કે ત્રણ કલાકૃતિઓ ભારત સરકારને પરત કરાશે. આ શિલ્પોના મૂળસ્ત્રોતનું ઉંડાણપૂર્વકનું સંશોધન કરતા પૂરવાર થયું હતું કે ત્રણેય શિલ્પો ભારતના મંદિરોમાંથી ચોરી કરીને ગેરકાયદે અમેરિકા મોકલી દેવામાં આવ્યા હતા.
મ્યુઝિયમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે ભારત સરકારે આ ત્રણમાંથી એક શિલ્પને લાંબા ગાળાના ધિરાણ (લૉન્ગ-ટર્મ લોન) પર રાખવા સંમતિ આપી છે. આ વ્યવસ્થાથી મ્યુઝિયમને શિલ્પની મૂળ ઉત્પત્તિ, તેને હટાવવામાં આવી હોવાની પ્રક્રિયા અને તેની પરત ફરવાની સંપૂર્ણ કહાની જાહેર રીતે રજૂ કરવાની તક મળશે તેમજ પ્રોવેનેન્સ સંશોધન પ્રત્યે મ્યુઝિયમની પ્રતિબદ્ધતા પણ સ્પષ્ટ થશે. પરત કરાનારા શિલ્પોમાં ચૌલ યુગની (અંદાજે ઈ.સ. ૯૯૦) ‘શિવ નટરાજ’, કલાકૃતિ, ચૌલ યુગનું ૧૨મી સદીનું ‘સોમસ્કંદ’, અને વિજયનગર શાસનનું ૧૬મી સદીનું ‘પરવઈ સાથે સંત સુન્દરર’ શામેલ છે. નિવેદન મુજબ, આ શિલ્પો “દક્ષિણ ભારતીય કાંસ્ય શિલ્પકળાની સમૃદ્ધ પરંપરાનું ઉત્તમ ઉદાહરણ” છે અને મૂળરૂપે પવિત્ર શિલ્પો હતા, જેને પરંપરાગત રીતે મંદિરોની શોભાયાત્રાઓમાં વહન કરવામાં આવતા હતા. લાંબા ગાળાના ધિરાણ પર રાખવામાં આવનાર ‘શિવ નટરાજ’ શિલ્પને ‘ધ આર્ટ ઑફ નોઇંગ ઇન સાઉથ એશિયા, સાઉથ-ઈસ્ટ એશિયા એન્ડ ધ હિમાલયઝ’ પ્રદર્શનનો ભાગ તરીકે રજૂ કરવામાં આવશે, એમ નિવેદનમાં જણાવાયું છે.




