
લોકોને હોટલમાં ખસેડ્યા સુરતમાં મેટ્રોની ટનલને લીધે ૪ બિલ્ડિંગના પાયા હચમચ્યાં સિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડિંગમાં તમામ ફ્લેટ ખાલી કરાવાયા અને બિલ્ડિંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટિંગ કરવાની ફરજ પડી છે. એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઇબ્રેશનની તપાસ કરાવાઇ રહી છે.
ચોકબજારમાં ક્રાઇમબ્રાંચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગની કામગીરી દરમિયાન TBM ના વાઇબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડિંગોમાં અસર પહોંચી છે, જેમાં ૩ બિલ્ડિંગ નીચે ટેકા મારવા પડ્યા છે તથા રંગીલદાસ અને હિબા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો મૂકી સતત મોનિટરિંગ શરૂ કરાયું છે. હાલ ્મ્સ્ (ટનલ બોરિંગ મશીન) હિબા પેલેસની નીચે ૧૨ મીટરે છે. નજીકના બક્ષી બંગલામાં ક્રેક પડતાં મેટ્રો ઓથોરિટીએ મરામત કરી હતી. હિબા પેલેસના પાર્કિંગમાં સિમેન્ટ પૂરવાનું કામ ચાલી રહ્યું છે, જેથી જમીનની મજબૂતી વધે. ટનલ એન્ડ્રૂસ લાઇબ્રેરી પાસે બહાર નીકળશે.આ ઘટનાને પગલે ૩ દેશના એક્સપર્ટ્સે વિઝિટ કરી છે.
કામગીરીને ચકાસવા ય્સ્ઇઝ્રના અધિકારીઓ સાથે ઇટલી, કોરિયા, ઇન્ડોનિશિયાના એક્સપર્ટ અને જીફદ્ગૈં્ના અતુલ દેસાઇએ સોમવારે ફિલ્ડ વિઝિટ કરી હતી, જેમાં સાવચેતીરૂપે કેટલાંક પગલાં સૂચવ્યા હતા. હાલ બિલ્ડિંગોના સ્ટ્રક્ચર્સને નુકસાન ન થાય તે માટે જમીન, ટનલ, સ્ટ્રક્ચરમાં કેમિકલ ઇંજેક્શન અપાઇ રહ્યા છે, જેથી સ્ટ્રક્ચરને મજબૂત બનાવી શકાય.સાવચેતીના ભાગરૂપે ૬ પરિવારને મેરિયેટ હોટલમાં ખસેડી બિલ્ડિંગ નીચે સિમેન્ટથી ગ્રાઉટિંગ કરીને મજબૂતાઈ વધારાઈ રહી છે. મોડી રાત સુધી પણ એન્જિનિયર્સ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.બિલ્ડિંગ નીચે ૧૨ મીટરે ્મ્સ્ છે “હિબા પેલેસની નીચે ૧૨ મીટરની ઊંડાઇએ ્મ્સ્ પહોંચ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલ ભયભીત થવા જેવું કશું નથી.ગુજરાત મેટ્રો રેલના ઇજનેર સાર્થક શાહ કહે છે કે, તમામ મશીનરી અને ટેકનોલોજીના આધારે કામ થઇ રહ્યું છે. હાલમાં દર કલાકે ઝ્રસ્ર્ં અને ઁસ્ર્ંને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.




