
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલે એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપના 30 વર્ષના શાસન બાદ પણ ગુજરાતમાં બાળકોને ભણવા માટે સારી શાળાઓ નથી. આજે હું નારોલની એક શાળામાં આવ્યો છું અને અહીંયા અમે જોયું કે શાળાનું સરખું બાંધકામ પણ નથી અને પતરાવાળી શાળામાં બાળકો ભણવા માટે મજબૂર છે. જે પતરા છે એમાં પણ મોટા મોટા કાણા પડેલા છે. આ શાળામાં બાળકોને બેસવા માટે બેન્ચની પણ વ્યવસ્થા નથી, જેના કારણે બાળકો નીચે બેસીને ભણવા મજબૂર છે. સૌથી મોટી ચોંકાવનારી બાબતે છે કે આ શાળામાં BSNLનું એક મોટું ટાવર નાખવામાં આવે છે અને 13 વર્ષથી આ ટાવર અહીંયા છે. આ ટાવરના નિકાલ માટે સ્થાનિકો સહિત આ શાળાના આચાર્યોએ પણ ગાંધીનગર સુધી મંત્રી-તંત્રી સહિત તમામ લોકોને રજૂઆત કરી પરંતુ ભાજપના શાસકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એટલા બેરહેમ થઈ ગયા છે કે તેઓ બાળકોનું પણ વિચારતા નથી અને આચાર્યોનું પણ સાંભળતા નથી અને આ ટાવરનું કોઈ નિકાલ કરતા નથી.
વધુમાં યાત્રિક પટેલે જણાવ્યું હતું કે, ટાવરનું કોઈ નિકાલ કદાચ એટલા માટે નથી કરતા કારણ કે એ લોકોને બીએસએનએ તરફથી મોટું ભાડું મળે છે. ભાજપના નેતાઓ કદાચ વિચારતા હશે કે “ટાવરના રેડીએશનથી બાળકનું ભવિષ્યમાં જે થવું હોય એ થાય પણ 4G 5Gનું સ્ટ્રોંગ નેટવર્ક મળે” અહીંયા વધુ એક જાણકારી મળી કે આ સ્કૂલ પહેલા બે માળની પાકી ઇમારતવાળી સ્કૂલ હતી પરંતુ તેને તોડીને પછી પતરાવાળી શાળા કરી દેવામાં આવી છે. મારો સવાલ છે કે આ વિકાસશીલ ગુજરાત છે કે અધોગતિવાળું ગુજરાત છે? કેમ કે પાકી ઈમારતવાળી સ્કૂલ તોડીને તમે પતરાવાળી બનાવી દીધી છે. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ ASAP સમગ્ર ગુજરાતમાં “ભાજપ હટાવો શિક્ષણ બચાવો”નું આંદોલન લઈને નીકળ્યું છે. આ આંદોલન હેઠળ અમે ગુજરાતની તમામ શાળાઓમાં જઈશું અને તેની હાલત જોઈશુ. ત્યારબાદ તમામ માહિતી એકઠી કરીને શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરીશું અને જરૂર પડી તો અમે વાલીઓને સાથે રાખીને રોડ ઉપર પણ આંદોલન ચલાવીશું.




