
‘યુવા’ ફરીથી થિયેટર્સમાં રિલીઝ.“યુવા ફિલ્મ મારા દિલની બહુ નજીક” : અભિનેત્રી ઈશા દેઓલ.ફિલ્મ તમિલમાં ‘આયુથા એઝુથુ’ નામે યુવાની સાથે જ અલગ મુખ્ય કલાકારો સાથે બનાવવામાં આવી હતી.શહેરી યુવાનોની બેચેનીને પડદા પર ઉતારનાર ફિલ્મ ‘યુવા’ હવે બે દાયકાથી વધુ સમય પછી ફરીથી મોટા પડદા પર આવી રહી છે. ૨૦૦૪ની આ પોલિટિકલ એક્શન ડ્રામા ફિલ્મ ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એટલે કે આજે પીવીઆર આઇનોક્સ સિનેમામાં ફરી રિલીઝ થઈ.આ અંગે ફિલ્મની એક્ટ્રેસ ઇશા દેઓલે એક વીડિયો પોસ્ટ કરીને રી-રિલીઝની જાહેરાત કરી અને ફિલ્મને તેના દિલની અત્યંત નજીક રહેલી ફિલ્મ ગણાવી હતી. તેણે ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક મણી રત્નમ અને સહ-અભિનેતાઓ અજય દેવગણ, અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરોય સાથે કામ કરવાનો અનુભવ પણ યાદ કર્યાે હતો.ઇશા દેઓલે કહ્યું, “‘યુવા’ મારા માટે એક બહુ ખાસ સફર રહી, યુવાનોને કેન્દ્રમાં રાખીને બનેલી અને આજે પણ પ્રસ્તુત લાગતી ફિલ્મનો ભાગ બનવું અને તેનું ફરી રિલીઝ થવું તેના માટે ખાસ બાબત છે.
તેણે ફિલ્મનાં તમિલ વર્ઝનનો પણ ઉલ્લેખ કર્યાે, જેમાં મુખ્ય ભૂમિકામાં સુર્યા હતો.મણી રત્નમ દ્વારા લખાયેલી, નિર્મિત અને દિગ્દર્શિત ‘યુવા’ કોલકાતાના વિદ્યાર્થી રાજકારણ, મહત્ત્વાકાંક્ષાઓ અને નૈતિક સંઘર્ષાેની વચ્ચે ત્રણ યુવાનોની જિંદગીઓને એકબીજા સાથે વણી લે છે. ફિલ્મમાં રાની મુખર્જી અને કરીના કપૂર પણ હતાં. આ ફિલ્મ તમિલમાં ‘આયુથા એઝુથુ’ નામે યુવાની સાથે જ અલગ મુખ્ય કલાકારો સાથે બનાવવામાં આવી હતી.વર્ષાે દરમિયાન ‘યુવા’ તેની અનોખી વાર્તા, એ.આર. રહેમાનના સંગીત અને અભિષેક બચ્ચનની લલ્લન સિંહ તરીકેના પ્રભાવશાળી અભિનય માટે કલ્ટ સ્ટેટસ મેળવી ચૂકી છે. જે તેની કારકિર્દીમાં મહત્વનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે. હાલમાં ફિલ્મના અધિકારો રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ પાસે છે.રસપ્રદ વાત એ છે કે ‘યુવા’ની રી-રિલીઝ સાથે જ ૨૦ ફેબ્રુઆરીએ સંજય લીલા ભન્સાલી દ્વારા પ્રોડ્યુસ થયેલી અને સિદ્ધાંત ચતુર્વેદી તથા મૃણાલ ઠાકુર અભિનિત નવી રોમેન્ટિક ફિલ્મ ‘દો દીવાના સહર મેં’ પણ થિયેટર્સમાં આવી રહી છે.




