
નેપાળમાં ગુપ્ત બેઠક મળી ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે ચીન અને નફફટ પાકિસ્તાન ચીન અને પાકિસ્તાન નેપાળની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે : બેઠકમાં પાકિસ્તાન અને ચીનના ૭ પ્રમુખ અધિકારીઓ સામેલ હતા નેપાળની રાજધાની કાઠમાંડુના સૌથી સુરક્ષિત વિસ્તાર બાલુવાટારમાં ૧૬ ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન અને ચીનના અધિકારીઓની એક સીક્રેટ બેઠક થઈ હતી. આ બેઠકમાં ચીન અને પાકિસ્તાનના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. ખાસ વાત એ હતી કે, આ બેઠકમાં નેપાળ સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં તૈનાત પાકિસ્તાની ડિફેન્સ અટૈચી કર્નલ હફીઝ ઉર રહમાન પણ સામેલ હતા.
આ બેઠકમાં ભારતને અસ્થિર કરવા માટે અરુણાચલ પ્રદેશના નામ પર સાજિશનો એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. આ માટે ચીન અને પાકિસ્તાનમાં દક્ષિણ નેપાળના મધેસિયા સમુદાયના સ્થાનિક નેપાળી પત્રકારો, સામાજિક કાર્યકરો અને વ્યક્તિઓને ઓળખવા અને તેમને કાર્યો સોંપવા માટે એક સંપૂર્ણ યોજના વિકસાવવામાં આવી હતી. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા પ્રાપ્ત સતત ઇનપુટ્સના આધારે, એવા મજબૂત પુરાવા છે કે ચીન અને પાકિસ્તાન ભારત વિરુદ્ધ કાવતરું ઘડવા માટે નેપાળી જમીનનો ઉપયોગ કરી રહ્યા છે.
સુત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના સાત પ્રમુખ અધિકારીઓ સામેલ હતા. અંદાજે ૨ કલાક ચાલેલી આ બેઠકમાં ચીન દ્વારા અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ ભારતને અસ્થિર કરવાના સાધન તરીકે કર્યો હતો.આ બેઠક ૨૦ ફેબ્રુઆરીએ આવતા અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસના વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે યોજાઈ હતી. ચીને આ હેતુ માટે ખાસ ૨૩ સ્થાનિક લોકોની પસંદગી કરી હતી.
આ યોજના હેઠળ નેપાળના એ લોકોની પસંદગી કરવામાં આવી હતી. જે ચીનના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ૨ વર્ષ દરમિયાન મુસાફરી કરવા માટે આવ્યા હતા. પરંતુ આ વાત અલગ છે કે, ચીન અને પાકિસ્તાનનું મોટું શ્રડયંત્રતવાંગને નેપાળના પ્રદેશનો ભાગ ગણાવવાની આંતરરાષ્ટ્રીય કહાની સ્થાપિત કરવાનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. આ ૨૩ નેપાળીઓમાંથી કેટલાકને ભારત મોકલવાની યોજના હતી. હાલમાં, વ્યાપક માહિતી એકત્રિત કરવા માટે તેમાંથી ૧૪ નેપાળીઓને ઉત્તરપૂર્વ મોકલવાની યોજના ચાલી રહી છે.
કેન્દ્રિય ખુફિયા એજન્સીને મળેલા ઈનપુટના આધાર પર આ વાતની પુષ્ટિ થઈ છે કે, આ સમગ્ર યોજનાની પાછળ ચીનના ચેગદુ સ્થિત પીપુલ્સ લિબરેશન આર્મીના પશ્ચિમી થિએટર કમાનના કેટલાક અધિકારીઓનું શ્રડયંત્ર હતુ. ડિસેમ્બર ૨૦૨૪માં ચીને નેપાળના લલિતપુર અને કીર્તિપુરમાં પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધરોહરોની સાથે પોતાની ભાષાના પ્રચાર માટે૨ કેન્દ્ર સ્થાપિત કર્યા છે.મળતી માહિતી મજુબ છેલ્લા કેટલાક સમયમાં ચીન અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે કાઠમાંડુમાં સતત અનેક બેઠકો થઈ ચૂકી છે.




