
બોલિવુડ સ્ટાઈલનો પબ્લિસિટી સ્ટંટ પણ હોઈ શકે ફિલ્મ રીલિઝ ટાણે અવિનાશ તિવારી, મેઘા શંકરનાં અફેરની ચર્ચા
સ્ક્રીનિંગ બાદ અવિનાશે મેઘાને હાથ પકડીને કાર સુધી પહોંચાડી હતી અને તેના માટે કારનો દરવાજાે પણ ખોલી આપ્યો હતો.
અવિનાશ તિવારી અને મેધા શંકર વચ્ચે અફેરની અફવા શરુ થઈ છે. જાેકે, તેઓ ખરેખર રિલેશનશિપમાં છે કે તેમની ફિલ્મ રીલિઝ નજીક આવી રહી હોવાથી બોલિવુડની સ્ટાઈલ પ્રમાણે અફેરની અફવા ફેલાવાઈ રહી છે તે વિશે જાત જાતની અટકળો થઈ રહી છે. અવિનાશ અને મેઘાની ફિલ્મ ‘ગિની વેડ્સ સની ટુ’ આગામી એપ્રિલમાં રીલિઝ થવાની છે. ફિલ્મના સ્ક્રીનિંગની ઈવેન્ટમાં તેમની કેમેસ્ટ્રી જાેતાં તેમની ડેટિંગની ્અફવા ચગી છે. સ્ક્રીનિંગ બાદ અવિનાશે મેઘાને હાથ પકડીને કાર સુધી પહોંચાડી હતી અને તેના માટે કારનો દરવાજાે પણ ખોલી આપ્યો હતો. તેમની આ કેમેસ્ટ્રીને ટાંકીને બંને વચ્ચે રિલેશનશિપ હોવાની વાતો ચગાવાઈ રહી છે. મૂળ ફિલ્મ ‘ગિની વેડ્સ સની’ ઓટીટી પર ૨૦૨૦માં રિલીઝ થઇ હતી. જેમાં વિક્રાંત મેસી અને યામી ગૌતમે કામ કર્યું હતું. હવે બીજા ભાગમાં અવિનાશ તિવારી અને મેધા શંકરની જાેડી જાેવા મળશે. ઉલ્લખનીય છે કે, મેઘા ‘૧૨મી ફેઇલ ‘ફિલ્મ બાદ જાણીતી બની છે.




