
ઈરાન સાથે ટેન્શન વચ્ચે મોટી દુર્ઘટના અમેરિકન F-16 ફાઈટર જેટ તૂર્કિયેમાં તૂટી પડ્યું અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા તૂર્કિયેના બાલીકેસિર પ્રાંતમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ની વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મિશન ફ્લાઇટ પર નીકળેલું તૂર્કિયે વાયુસેનાનું F-16 ફાઇટર જેટ ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું હતું. આ કરુણ અકસ્માતમાં પાયલટ મેજર ઇબ્રાહિમ બોલાત શહીદ થયા છે. તૂર્કિયેના પશ્ચિમ પ્રાંત બાલીકેસિરના ૯મા મેઈન જેટ બેઝ પરથી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે (લગભગ ૧૨:૫૦ વાગ્યે) આ ફાઇટર જેટે ઉડાન ભરી હતી. ટેકઓફ થયાની થોડી જ ક્ષણોમાં પ્લેનનો રડાર અને રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. આ જેટ બાલીકેસિર નજીક આવેલા ઇસ્તંબુલ-ઇઝ્મીર હાઈવે પાસે જઈને પડ્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે પ્લેનનો કાટમાળ દૂર-દૂર સુધી વેરાઈ ગયો હતો અને જાેરદાર ધડાકા સાથે આગનો ગોળો આકાશમાં ઉઠ્યો હતો.
હાઈવે પરથી પસાર થઈ રહેલી કારના ડેશકેમમાં આ દુર્ઘટનાના દ્રશ્યો કેદ થયા છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે જેટ ખૂબ જ ઝડપથી નીચેની તરફ પડી રહ્યું છે અને ત્યારબાદ જાેરદાર વિસ્ફોટ થાય છે. સદનસીબે હાઈવે પર કોઈ સામાન્ય નાગરિકને ઈજા પહોંચી નથી. બચાવ ટુકડીએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કામગીરી શરૂ કરી દીધી હતી.
F-16ફાઇટીંગ ફાલ્કન: તૂર્કિયેની હવાઈ શક્તિનો સ્તંભ
નિર્માતા: જનરલ ડાયનેમિક્સ (હાલ લોકહીડ માર્ટિન).
ક્ષમતા: આ ચોથી પેઢીનું સુપરસોનિક મલ્ટીરોલ ફાઇટર જેટ છે, જે હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરવામાં માહેર છે. સ્પીડ: તેની મહત્તમ ઝડપ ૨૪૦૦ કિમી/કલાક છે.
તૂર્કિયેનું બળ: તૂર્કિયે વાયુસેના પાસે ૨૦૦થી વધુ હ્લ-૧૬ જેટ છે, જે નાટો (NATO) મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં અકસ્માતનું સચોટ કારણ બહાર આવ્યું નથી. તૂર્કિયેના સંરક્ષણ મંત્રાલય અને સ્થાનિક વિભાગો દ્વારા એન્જિન ફેલ્યોર, ટેકનિકલ ખામી કે પાયલટની ભૂલ જેવી વિવિધ શક્યતાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના તૂર્કિયે વાયુસેના માટે એક મોટો આંચકો માનવામાં આવે છે.




