
પોલીસે એન્ટ્રી કરી ગઠિયાઓ પાસેથી છીનવ્યા ૧૫ લાખ સેટેલાઈટમાં દ્ગઇૈં દંપતીને ૩૬ કલાક ડિજિટલ એરેસ્ટ કર્યા રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી અને મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો.
અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પરંતુ આ વખતે સેટેલાઈટ પોલીસે સમયસૂચકતા વાપરીને એક વૃદ્ધ NRI દંપતીને બરબાદ થતા બચાવી લીધા છે. મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરીને ૩૬ કલાક સુધી દંપતીને ઘરમાં જ કેદ રાખનારા સાયબર માફિયાઓના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે.
વૃદ્ધ દ્ગઇૈં નું નામ રાજેન્દ્ર શેઠ છે. રાજેન્દ્રભાઈ છેલ્લા ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે અને હાલ બીમારીના કારણે અમદાવાદમાં સ્થાયી થયા છે. ગત ૨૫ ફેબ્રુઆરીએ સવારે રાજેન્દ્રભાઈ પર મુંબઈ પોલીસના નામે એક વીડિયો કોલ આવ્યો. સામે છેડે બેઠેલા શખ્સે ધમકાવતા કહ્યું કે, જેલવાસ ભોગવી રહેલા નરેશ ગોયલના મની લોન્ડ્રિંગ કેસમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે. બસ, આ સાંભળતા જ દંપતી ફફડી ઉઠ્યું. અલગ-અલગ અધિકારી બનીને ગઠિયાઓએ રાજેન્દ્રભાઈને સતત ૩૬ કલાક સુધી ડિજિટલ અરેસ્ટ રાખ્યા. જાેકે, રાજેન્દ્રભાઈને શંકા જતા તેમણે પોતાના વકીલ મિત્રને જાણ કરી અને મામલો સેટેલાઈટ પોલીસ સુધી પહોંચ્યો હતો.
સાયબર ગઠિયાઓ એટલા શાતિર હતા કે તેમણે રાજેન્દ્રભાઈને કોઈની પણ સાથે વાત કરવા ન દીધી. રાતભર ફોન ચાલુ રખાવ્યો અને પ્રોપર્ટીની તમામ માહિતી મેળવી લીધી. ગઠિયાઓએ રાજેન્દ્રભાઈ પાસે રહેલી હ્લડ્ઢ તોડાવી ૧૫ લાખ રૂપિયા સેવિંગ ખાતામાં નંખાવ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે રાજેન્દ્રભાઈ બેંકમાં ગયા ત્યારે પણ ગઠિયાઓએ ફોન ચાલુ રખાવ્યો હતો. પરંતુ સેટેલાઈટ પોલીસને જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક દંપતીના ઘરે પહોંચી અને ડિજિટલ એરેસ્ટમાંથી મુક્ત કરાવી ૧૫ લાખ રૂપિયા બચાવી લીધા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ રાજેન્દ્રભાઈ પાસે રહેલી ૬૦ લાખની તમામ એફડી તોડાવવા માંગતા હતા, પરંતુ રાજેન્દ્રભાઈએ ના પાડતા અંતે ૧૫ લાખની એફડી તોડાવી હતી.
આ કિસ્સો તમામ લોકો માટે લાલબત્તી સમાન છે. પોલીસ સ્પષ્ટપણે જણાવી રહી છે કે ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ કાયદાકીય પ્રક્રિયા હોતી નથી. જાે કોઈ તમને વીડિયો કોલ પર ડરાવે, તો ગભરાવાને બદલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો જાેઈએ. સેટેલાઈટ પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને સાયબર ગઠિયાઓને મ્હાત આપી છે અને દ્ગઇૈં દંપતીની જીવનભરની મૂડી બચાવી લીધી છે.




