
૧૦૦૦ કિમી દૂર દુશ્મનના કાળજું ચીરી નાખશે ‘શેષનાગ’ભારતે બનાવ્યું દુનિયાનું સૌથી ‘સ્માર્ટ’ આત્મઘાતી ડ્રોન.ભારેત બનાવેલ આ ડ્રોન સતત ૫ કલાક સુધી ઉડી શકે છે અને ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે.મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે, ભારતે પણ આધુનિક ડ્રોન યુદ્ધના મેદાનમાં પોતાની સૌથી ઘાતક ચાલ ચાલી છે. બેંગલુરુના ડિફેન્સ સ્ટાર્ટઅપ ન્યૂસ્પેસ રિસર્ચ ટેકનોલોજીસ ((NRT))એ ‘શેષનાગ-૧૫૦’ ડ્રોન વિકસાવ્યું છે, જે દુશ્મનના એર ડિફેન્સને પળવારમાં ભંગાર બનાવી શકે છે. આ માત્ર એક મશીન નથી, પરંતુ ભારતનું એવું સ્વદેશી સુદર્શન ચક્ર છે જે ૧૦૦૦ કિમીની રેન્જમાં સચોટ હુમલો કરવા સક્ષમ છે. આ ડ્રોન સતત ૫ કલાક સુધી ઉડી શકે છે અને ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકો લઈ જઈ શકે છે. તેનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે GPS વિના પણ વિઝ્યુઅલ નેવિગેશનનો ઉપયોગ કરીને દુશ્મન બંકરો અને લશ્કરી થાણાઓનો નાશ કરી શકે છે.
શેષનાગ-૧૫૦ ની અસલી તાકાત તેની ‘સ્વાર્મ એટેક’ ટેકનોલોજી છે, જેમાં ઘણા ડ્રોન એકસાથે ઝુંડમાં હુમલો કરે છે. જ્યારે આ ડ્રોન એકસાથે નીકળે છે, ત્યારે દુશ્મનની મોંઘામાં મોંઘી ડિફેન્સ સિસ્ટમ પણ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને તેમને રોકવા અશક્ય બની જાય છે. તેમાં ખાસ ‘મધર કોડ’ એલ્ગોરિધમ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને અત્યંત બુદ્ધિશાળી અને નેટવર્ક સક્ષમ બનાવે છે. આ સિસ્ટમ લઘુત્તમ માનવીય હસ્તક્ષેપ સાથે ટાર્ગેટને ઓળખવા અને તેને ખતમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ઈરાનના શાહેદ ડ્રોનની જેમ જ તેને ઘણું કિફાયતી (સસ્તું) રાખવામાં આવ્યું છે જેથી ઓછા ખર્ચે દુશ્મનના મોટા અને મોંઘા લક્ષ્યોને સરળતાથી નિશાન બનાવી શકાય. દુનિયાભરમાં અત્યારે ઈરાની શાહેદ અને અમેરિકી લ્યુકસ ડ્રોનની ચર્ચા થઈ રહી છે, પરંતુ ભારતનું શેષનાગ-૧૫૦ પોતાની અલગ ઓળખ ધરાવે છે. અમેરિકન લ્યુકસ ડ્રોન સ્ટારલિંક સેટેલાઇટ પર ર્નિભર છે, જ્યારે ભારતનું શેષનાગ વિઝ્યુઅલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરશે, જેના કારણે તેને જામ કરવું અશક્ય હશે. ઈરાનના શાહેદ ડ્રોનની રેન્જ ભલે વધારે હોય, પરંતુ શેષનાગ-૧૫૦ ચોકસાઈ અને સ્વાર્મ ટેકનોલોજીની બાબતમાં ઘણું આગળ છે. આ ડ્રોનની રેન્જ ૧,૦૦૦ કિલોમીટર છે અને તે કોઈપણ વાહન કે લશ્કરી માળખાને નષ્ટ કરવામાં સક્ષમ છે. ભારતે લાંબા અંતરના ડ્રોન યુદ્ધ માટે પોતાની તૈયારી દર્શાવી છે. ભારતની આ તૈયારી ઓપરેશન સિંદૂર જેવા અનુભવોનું પરિણામ છે, જ્યાં પાકિસ્તાને ભારતીય સરહદો પર સસ્તા ડ્રોન તૈનાત કર્યા હતા. તેના જવાબમાં ભારતે વોલ્યૂમને બદલે પ્રિસિઝન (ચોકસાઈ) પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. શેષનાગ-૧૫૦ આ જ વ્યૂહરચનાનો ભાગ છે જે દુશ્મનના હાઈ-વેલ્યુ ટાર્ગેટ્સ પર અચૂક પ્રહાર કરશે. આવનારા સમયમાં યુદ્ધો મિસાઈલોને બદલે આવા ‘સસ્તા હત્યારાઓ’થી જીતાશે અને ભારતે આ દિશામાં આર્ત્મનિભર બનીને એક મોટું ગેમ-ચેન્જર પગલું ભર્યું છે. બેંગલુરુની પ્રયોગશાળાઓમાંથી નીકળેલું આ ‘સાઇલન્ટ કિલર’ ભવિષ્યના યુદ્ધોમાં ભારતની સૈન્ય શક્તિને નવી ઊંચાઈ પર લઈ જશે અને તે પડોશી દુશ્મનો માટે મૃત્યુઘંટ સાબિત થશે.




