
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે જ્યારે વાંચન માટે મોટી-મોટી જાહેરાતો ના હોર્ડિગ લગાવીએ છીએ પ્રજા વાંચતી લખતી થાય એના માટે શિક્ષણ ની વાતો કરાય અને સરકાર બજેટ પણ ફાળવતી હોય છે ત્યારે બ્રાઝિલમાં અનોખો કાયદો છે. કેદી જો જેલમાં વર્ષે ૧૨ પુસ્તક વાંચે અને એ વિશેની નોંધ લખે તો વર્ષે ૪૮ દિવસની સજા ઘટી જાય છે. કારણ બ્રાઝિલમાં જેલમાં રહેલા કેદીઓનું રીહેબિલિટેશન એને જીવનમાં ફરી સ્થાપિત કરવો સરળ બને. જેલવાસ દરમ્યાન કેદીઓ કંઈક ભણે, શીખે અને જ્ઞાન પ્રાપ્ત કરીને સમૃધ્ધ થાય તો તેમને જેલની સજામાં ડિસ્કાઉન્ટ આપવાની સ્કીમ બહાર પાડવામાં આવી છે.
આ પ્રોગ્રામ અંતર્ગત કેદીઓ સાહિત્ય,સાયન્સ કે ફિલોસોફી ના ૧૨ પુસ્તકો વાંચી શકે છે અને દરેક પુસ્તક વંચાય જાય એ પછી એ પુસ્તક વિશે તેમણે બ્રીફ નોંધ લખવાની રહે છે. જો આ નોંધ નિયામકો ને યોગ્ય લાગે તો તેમને પુસ્તક દીઠ ૦૪ દિવસની સજા ઘટાડી આપવાની જોગવાઈ છે. વર્ષે ૧૨ પુસ્તકો પ્રમાણે કેદીઓ વર્ષમાં ૪૮ દિવસની એટલે કે લગભગ દોઢ મહિનાથી વધુની સજા ઘટાડી શકે છે.
જેલની આ પહેલ ને સિવિલ સોસાયટીએ ખૂબ સપોર્ટ કર્યો છે કેમકે એ જેલમાં સજા કાપતા કેદીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. જેલમાં ખતરનાક અપરાધીઓની સાથે રહેવું, સ્ટ્રેસ અને ભીડભાડવાળા માહોલમાં લાંબો સમય રહેવું થકવી નાખનારું અને વ્યક્તિત્વ બદલી નાખનારું હોય છે. જોકે એ અગવડોની સાથે જો તેમનું મન કોઈક રચનાત્મક અને બૌધ્ધિક કાર્યોમાં પરોવાયેલુ રહે તો જેલમાંથી બહાર નીકળ્યા પછીની જિંદગી સરળ રહે છે.
ભારતમાં પણ મુંગાવલીની ખુલ્લી જેલ વિશે લખાયુ છે. જ્યાં કેદીઓ ખુલ્લી રીતે હરી ફરી શકે છે ત્યારે બ્રાઝિલનો આ પ્રયોગ ભારતમાં પણ કરવા જેવો ખરો.




