
એક ભારતીય સહિત ૪ લોકો ઈજાગ્રસ્ત દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે ડ્રોન હુમલો થતા નાસભાગ આ ડ્રોન હુમલામાં બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે.
ઈરાન-અમેરિકા-ઈઝરાયલ જંગ વચ્ચે દુબઈમાં મોટી દુર્ઘટના જાેવા મળી છે. દુબઈ મીડિયા ઓફિસે સત્તાવાર પુષ્ટિ કરી કે થોડા સમય પહેલા દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બે ડ્રોન પડ્યા છે. આ હુમલામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. બે ઘાનાઈ અને એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકને સામાન્ય ઈજા થઈ છે.
હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે ડ્રોન ઈરાનથી આવ્યા હતા કે કોઈ અન્ય કારણે પડ્યા, પરંતુ જંગને કારણે આ વિસ્તારમાં ઈરાની ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે સુરક્ષા એલર્ટ પર છે. UAE ની એર ડિફેન્સ સિસ્ટમે છેલ્લા કેટલાક કલાકોમાં ઘણા ડ્રોન અને મિસાઇલોને નષ્ટ કરી છે. દુબઈ એરપોર્ટ દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટમાંથી એક છે, પરંતુ ત્યાં ફ્લાઇટ્સ સેવા સામાન્ય રૂપથી ચાલી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાને ગલ્ફ દેશો એટલે કે યુએઈ, સાઉદી અરબ, કતર, બહરીન અને કુવૈત પર કાઉન્ટર એટેક શરૂ કર્યાં છે. અબૂધાબીના રૂવૈસ રિફાઇનરમાં પણ ડ્રોન હુમલાથી આગ લાગી હતી અને તેને બંધ કરવી પડી હતી. ભારત સરકાર અને ભારતીય દૂતાવાત દુબઈમાં ઈજાગ્રસ્ત ભારતીય નાગરિકોની સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને જરૂરી મદદ પહોંચાડી રહ્યાં છે.
આ હુમલા યુદ્ધ શરૂ થયા બાદ એટલે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી ચાલી રહ્યાં છે. ઈરાને ગલ્ફ દેશો પર ઘણા મિસાઇલ-ડ્રોન હુમલા કર્યાં છે. જ્યારે યુએઈ જેવા દેશોએ ઘણા હુમલાને હવામાં નષ્ટ કરી દીધા છે. ભારત સરકારે ેંછઈ માં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી હતી. દુબઈ અને અબુધાબીમાં રહેતા ભારતીયોને અલર્ટ રહેવા અને સ્થાનિક તંત્રના નિર્દેશોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. જાે કોઈ ભારતીય નાગરિક પ્રભાવિત થયે છે તો ભારતીય દૂતાવાસ દુબઈ (+૯૭૧-૪-૩૯૭૧૨૨૨) કે અબુધાબી (+૯૭૧-૨-૪૪૯૨૭૦૦) પર સંપર્ક કરી શકે છે.




