
અનીસ બાઝમી વિદ્યા અને અક્ષય સાથે વધુ એક ફિલ્મ બનાવી રહ્યા છે અક્ષય કુમાર અને વિદ્યા બાલનની આગામી ફિલ્મમાં ગણેશ આચાર્યનું ખાસ હોલી સોંગ અનીસ બાઝમીની આ ફિલ્મ માટે અક્ષય અને વિદ્યા માર્ચ મહિનાના અંતમાં કામ શરૂ કરશે ભૂલ ભુલૈયાથી હોરર કોમેડી જાેનરની શરૂઆત કરનાર જાેડી અક્ષય કુમાર અને અનીસ બાઝમી ફરી એક વખત સાથે આવી રહી છે.
તેમજ ‘થેંક યુ’ અને ‘ભૂલ ભુલૈયા’ પછી વિદ્યા અને અક્ષય પણ પહેલી વખત સાથે આવી રહ્યાં છે. તેમની આ ફિલ્મ માટે ડાન્સ માસ્ટર ગણેશ આચાર્ય એક ખાસ હોલી સોંગ કરી રહ્યા છે. આ અંગેને અહેવાલો મુજબ અનીસ બાઝમીની આ ફિલ્મ માટે અક્ષય અને વિદ્યા માર્ચ મહિનાના અંતમાં કામ શરૂ કરશે. આ એક ધમાકેદાર બોલિવૂડ મસાલા ટાઇપનું એક ખાસ હોલી સોંગ હશે. જેમાં રંગો અને સંખ્યાબંધ ડાન્સર્સ પણ જાેવા મળશે. આ ગીત માટે લગભગ ૩૦૦થી ૪૦૦ ડાન્સર્સને પણ જાેડવામાં આવ્યાં છે. એક ગલીમાં અક્ષય અને વિદ્યા આ ઉજવણીની શરૂઆત કરશે. આ ગીત માટે એક મહોલ્લા જેવો સેટ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં ઘણી બાલ્કલની અને અગાશીઓ હશે, જ્યાંથી રંગોની છોળો ઉડશે. આ ઉજવણી માટે ગણેશે ખાસ હૂક સ્ટેપ પણ આપ્યા છે. વિદ્યા અને અક્ષય તેમજ અક્ષય અને અનીસ બાઝમીની આ પહેલાંની ફિલ્મો પણ સફળ રહી છે, તેથી તેમની આ ફિલ્મ પણ કોમેડીના ડોઝથી ભરપુર હશે એવી અપેક્ષા છે, જેમાં અક્ષયનું શાર્પ કોમિક ટાઇમિંગ અને વિદ્યાની મજાકીયા શૈલી કામ કરી જશે. આ એક બાઝમી સ્ટાઇલની સિચ્યુએશનલ કોમેડી ફિલ્મ હશે. ૨૦૨૪ના એક ઇટરવ્યુમાં અનીસ બાઝમીએ વિદ્યા બાલન સાથે ફરી કામ કરવા અંગે કહ્યું હતું કે, “મને હંમેશા લાગ્યું છે કે, કોઈ મંજુલિકા કરી શકે, તો એ માત્ર વિદ્યા જ છે. વિદ્યાને પણ આ સ્ટોરી પહેલી વારમાં પોતાની લાગી ગઈ હતી અને દર્શકોએ તેને પ્રેમ પણ ખુબ આપ્યો હતો. મેં જેટલી પણ વાર્તાઓ સાંભળી હતી, તેમાંથી મને આ એક જ ફિલ્મ ગમી હતી. પહેલા દસ મિનિટમાં જ મેં એના પરથી ફિલ્મ બનાવવાનું નક્કિ કરી લીધું હતું.”




