
અછતની અફવા વચ્ચે એક સારા સમાચાર.૪૭૬૦૦ ટન LPG ગેસ સાથે જગ વસંત જહાજ ૨૬ માર્ચે કંડલા બંદરે પહોંચશે.આગામી બે-ત્રણ દિવસમાં હજારો ટન ગેસ ભરેલા બે મોટા જહાજાે ભારત આવી રહ્યા છે, જેમાંનું એક જહાજ ગુજરાતના કંડલા બંદરે પહોંચશે.ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે અહીં ભારતભર સહિત ગુજરાતમાં પણ ગેસ-પેટ્રોલ અને ડીઝલ વગેરે જેવા ઈંધણની અછતની સ્થિતિ સર્જાઈ રહી છે અને સામાન્ય જનતાને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જાેકે આ અછતની અફવા વચ્ચે સરકાર તરફથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે, આગામી બે-ત્રણ દિવસમાં હજારો ટન ગેસ ભરેલા બે મોટા જહાજાે ભારત આવી રહ્યા છે, જેમાંનું એક જહાજ ગુજરાતના કંડલા બંદરે પહોંચશે.માહિતી મુજબ, લાખો ટન LPG ગેસ સાથે જગ વસંત નામનું જહાજ આગામી ગુરુવારે ગુજરાતના કંડલા આવશે. તારીખ ૨૬મી માર્ચના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ ૪૭ હજાર ૬૦૦ ટન LPG ગેસ સાથે જગ વસંત જહાજ કંડલા પહોંચશે, જ્યારે બીજે દિવસે ૨૭મી તારીખને શુક્રવારે લાખો ટન ગેસ ભરેલું બીજું પાઇન ગેસ નામનું જહાજ કર્ણાટકના ન્યૂ મેંગ્લોર બંદર પર પહોંચશે.
આ અંગે વધુ માહિતી આપતા પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, હાલની સ્થિતિ જાેતા અમે મોટા પ્રમાણમાં LPG કાર્ગોની વ્યવસ્થા કરી છે. હાલ ક્રૂડ, ગેસનો પૂરતો જથ્થો છે, સાથે જ LPG, LNG જથ્થો પૂરતો પણ જરૂરિયાત મુજબ ઉપલબ્ધ છે. જેથી અમે કોમર્શિયલ સપ્લાય વધારી છે, ત્યારે આગામી સમયમાં LPG સ્થિતિમાં પણ સુધારો દેખાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે.ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર ક્યાંકને ક્યાંક માઠી અસર પડી રહી છે. જે જળમાર્ગથી ગેસ અને પેટ્રોલ-ડીઝલ સહિતના ક્રૂડ ઓઈલ અને અન્ય જીવનજરૂરી વસ્તુ આખા વિશ્વમાં પહોંચે છે. તે હોર્મુઝ સ્ટ્રેટને ઈરાને યુદ્ધને કારણે વિશ્વ માટે બંધ કરી દીધો છે. જાેકે માત્ર ભારત માટે ઈરાને આ રસ્તો ખુલ્લો રાખ્યો છે. જેના કારણે આ રૂટ પરથી LPG ભરેલા મસમોટા જહાજાે અહીં ભારત પહોંચી રહ્યા છે.
આ અગાઉ, LNG મોટા જથ્થા સાથે ત્રણ જહાજાે ગુજરાત પહોંચ્યા હતા. ગત ૧૮મી માર્ચે મુન્દ્રા પોર્ટ પર જગ લાડકી નામનું જહાજ ૮૧ હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને કચ્છ-મુંદ્રાના દરિયાકિનારે આવી પહોંચ્યું હતું. એ પહેલા શિવાલિક નામનું જહાજ ૪૬,૦૦૦ ટન એલપીજી લઈને મુન્દ્રા પહોંચી ગયું હતું. જ્યારે એ પહેલા ૪૫૦૦ મેટ્રિક ટન ગેસ સાથે નંદાદેવી નામનું જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ વાડીનાર બંદરે આવ્યું હતું. ત્યારે આ જ હરોળમાં આગળ વધતા વધુ એક જહાજ તણાવપૂર્ણ સ્થિતિમાંથી પસાર થઈને ગુજરાતના દરિયાકિનારે આવવાનું છે તેવા સારા સમાચાર પેટ્રોલિયમ મંત્રાલય તરફથી સામે આવી રહ્યા છે.





