(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ભારત સરકાર ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીનું સંચાલન અને નિયમન કરવામાં નિષ્ફળ છે. વિરોધ પક્ષો અને અન્ય સામાજિક વિરોધીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ નિર્દેશ કર્યો છે કે તાજેતરમાં એક પ્રધાનની પુત્રી નૈમિષા અમેરિકન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. એક યુઝરે દલીલ કરી હતી કે, જ્યારે રાજકીય નેતાઓ તેમના બાળકોને ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે વિદેશ મોકલવાનું પરવડી શકે છે. ત્યારે લાખો ભારતીય વિદ્યાર્થીઓ પેપર લીક, ભરતી કૌભાંડો, વિલંબિત પરિણામો અને જવાબદારીના અભાવથી પીડાતી સિસ્ટમ સામે ઝઝૂમી રહ્યા છે.
આ ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જતા વધતા જતા વલણને અનુરૂપ છે. દરમિયાન ભારતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી ગઈ છે. એક બાજુ દેશના વિદ્યાર્થીઓ મોંઘીરી શિક્ષણને કારણે શિક્ષણથી વંછીત છે ત્યારે દેશના કેબિનેટ કક્ષાના મંત્રીઓના સંતાનો ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશોમાં શિક્ષણ લઈને કારકિર્દી બનાવી રહ્યા છે.
જેમાં મુખ્યત્વે જોવા જઈએ તો એસ.જયશંકર, અશ્વિની વૈષ્ણવ, પિયુષ ગોયલ, શિવરાજ સિંહ ચૌહાણ, જે.પી.નડ્ડા અને જ્યોતિરાદિત્ય સિંધિયા એવા કેબિનેટ મંત્રીઓમાં સામેલ છે. જેમણે પોતાના બાળકોને વિદેશી યુનિવર્સિટીઓમા અભ્યાસ માટે મોકલ્યા છે.
આમ એક બાજુ દેશનો વિધાર્થી નાણાંના અભાવે શિક્ષણથી વંછીત છે ત્યારે બીજી બાજુ નેતાઓના સંતાનો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશોમાં ભણી રહ્યા છે એવામાં પરીક્ષાઓમાં પેપર લીકની શ્રેણીએ ફરી એકવાર નરેન્દ્ર મોદી સરકારની ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાના દર્શન કરાવે વિદ્યાર્થીઓના ભાવિને અંધકારમાં ધકેલવાનું પાપ કર્યું છે.





