
ટ્રમ્પે ભાષણમાં ખુલ્લેઆમ NATO દેશોની ટીકા પણ કરી ન હતી ટ્રમ્પે ઇરાન યુદ્ધ પૂરું કરવા અમેરિકન જનતા પાસે વધુ સમય માગ્યો વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર પ્રસંગે તેમણે સ્વીકાર્યું હતું કે લોકો હવે યુદ્ધ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે ઇરાન સામે યુદ્ધ ચાલુ કર્યા પછીના પોતાના પ્રથમ રાષ્ટ્રવ્યાપી ભાષણમાં અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની જનતાને આશ્વાસન આપ્યું હતું કે તમામ મિલિટરી હેતુઓ ટૂંકસમયમાં પૂરા થઈ જશે અને જનતાએ તેમને થોડો વધુ સમય આપવો જાેઇએ. મુખ્ય વ્યૂહાત્મક ઉદ્દેશ્યો પૂર્ણ થવાની નજીક છે અને ઈરાન હવે મૂળભૂત રીતે ખતરો રહ્યો નથી. જાેકે તેમણે જણાવ્યું હતું કે અમેરિકા આગામી બેથી ત્રણ સપ્તાહ સુધી ઇરાન પર ભીષણ હુમલા ચાલુ રાખશે. આ યુદ્ધ કેટલું લાંબુ ચાલશે તેની તેમણે કોઇ સ્પષ્ટતા કરી ન હતી.
ટ્રમ્પે તેમના ૨૦ મિનિટમાં ભાષણમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં દેખાતી આક્રમક ભાષાને થોડી નરમ બનાવી હતી અને મિશન પૂર્ણ કરવાના દાવા કર્યા હતાં. પરંતુ તેમની આ વાતોથી બજારમાં વિશ્વાસ વધ્યો ન હતો. ભાષણ પછી તેલના ભાવોમાં વધારો થયો હતો અને એશિયન શેરબજારમાં ઘટાડો થયો હતો. ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલી સંભવિત ચર્ચાઓ અંગે કોઈ વિગત આપી ન હતી, જે યુદ્ધના અંત માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.ટ્રમ્પે ભાષણમાં ખુલ્લેઆમ NATO દેશોની ટીકા પણ કરી ન હતી. હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે તેમનો સહયોગ માંગ્યો હતો. અમેરિકન લોકોને ધીરજ રાખવાની અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે યુદ્ધના સમયમાં અમેરિકનોએ હંમેશા ધીરજ દાખવી છે. પ્રથમ વિશ્વમાં અમેરિકાની સામેલગીરી ૧ વર્ષ અને સાત મહિના રહી હતી. બીજું વિશ્વયુદ્ધ બે વર્ષ, આઠ મહિના અને ૨૫ દિવસ ચાલુ હતું. તેમણે કોરિયન, વિયેતનામ અને ઇરાક યુદ્ધ પણ લાંબુ ચાલ્યો હોવાનો ઉલ્લેખ કર્યાે હતો. પરંતુ ટ્રમ્પ માટે પડકાર માત્ર ઈરાન જ નથી, પરંતુ અમેરિકામાં વધતો યુદ્ધનો વિરોધ પણ છે. વ્હાઇટ હાઉસમાં ઈસ્ટર પ્રસંગે તેમણે સ્વીકાર્યું હતું કે લોકો હવે યુદ્ધ સમાપ્ત થાય તેવું ઇચ્છે છે. ભાષણ દરમિયાન ટ્રમ્પે ગ્રાઉન્ડ ઓપરેશન માટે સૈન્ય મોકલવાની કોઈ સ્પષ્ટ વાત કરી ન હતી.





