
પીડિતાએ આપી ચેલેન્જ એપસ્ટીન કેસ મામલે મેલાનિયા ટ્રમ્પના નિવેદનથી હોબાળો જુલિયટ બ્રાયન્ટે આરોપ લગાવ્યો કે તેને એપસ્ટેઇનના પ્રાઈવેટ ટાપુ પર લઈ જવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ લઇ લેવાંમાં આવ્યો હતો યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે એપસ્ટીન ફાઈલ્સ જાહેર કરતા દુનિયાભરનાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો, ફરી એક વાર એપ્સ્ટેઇન કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પના એક નિવેદને કારણે વિવાદ ઉભો થયો છે, એક નિવેદનમાં તેમણે પીડિતોને શપથ લઈને જુબાની આપવાનું કહ્યું હતું. એપસ્ટીનની પીડિતાઓએ મેલાનિયાની આ ટિપ્પણીનો વિરોધ કર્યાે છે.
એપ્સ્ટીન સ્કેન્ડલની પીડિતા જુલિયટ બ્રાયન્ટે સોશિયલ મીડિયા પર એક વિડિઓ મેસેજ શેર કર્યાે છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જુલિયટ મેલાનિયા ટ્રમ્પન સીધા સંબોધીને તે શપથ લઇને જુબાની આપવા તૈયાર છે. તેમણે કહ્યું, “મેં જે કહ્યું છે એ બધું સાચું છે.”યુ.એસ.માં એપ્સ્ટીન મામલે ટ્રાયલ શરુ થવાની ચર્ચા છે, ત્યારે મેલાનિયાના નિવેદને વિવાદ સર્જ્યાે છે. જુલિયટ બ્રાયન્ટે એપસ્ટીન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે દાવો હતો કે મોડેલિંગ કામ અપાવવાની લાલચ આપીને તેને વિદેશ લઇ જવામાં આવી અને ત્યાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. જુલિયટ બ્રાયન્ટે આરોપ લગાવ્યો કે તેને એપસ્ટેઇનના પ્રાઈવેટ ટાપુ પર લઈ જવામાં આવી હતી અને તેનો પાસપોર્ટ લઇ લેવાંમાં આવ્યો હતો. વિડીયોમાં બ્રાયન્ટે એવો પણ દાવો કર્યાે કે આ કેસમાં કેટલીક છોકરીઓએ જુબાની આપી છે, તેઓ હાલ જીવિત નથી. આ કેસમાં અગાઉ સાક્ષીઓના રક્ષણ અને કેસની પારદર્શિતા અંગે પ્રશ્નો ઉભા થયા છે. મેલાનિયા ટ્રમ્પે એપસ્ટીન સાથેના કોઈ પણ સંબંધોનો ઇનકાર કર્યાે છે અને આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે.





