
ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું સ્વાગત ઇઝરાયલ-લેબેનોન વચ્ચે ૩૪ વર્ષ બાદ ઐતિહાસિક મંત્રણા પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન બાદ હવે ઈઝરાયલ અને લેબેનોન પણ વાતચીત માટે રાજી થયા છે. ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે લગભગ ૩૪ વર્ષ બાદ પ્રથમ વખત ઉચ્ચ સ્તરીય સીધી વાતચીત શરૂ થવા જઈ રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ખુશી વ્યક્ત કરતા તેને એક ‘શાનદાર’ શરૂઆત ગણાવી છે. ટ્રમ્પે કહ્યું છે કે, ઇઝરાયલ અને લેબનાન વચ્ચે રાહત અપાવવાના પ્રયાસો કરી રહ્યો છું. બંને નેતાઓએ ૩૪ વર્ષથી વાત કરી નથી, હવે વાત થશે. આ ખૂબ સારું છે. અમેરિકા આ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની હાજરીમાં આ સીધી વાતચીત યોજાઈ હોવાના અહેવાલ છે, જેને તણાવ ઘટાડવાની દિશામાં મોટું પગલું માનવામાં આવે છે.
અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે ઇઝરાયલ-લેબેનોન વચ્ચેની આ વાતચીતને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા બે સપ્તાહના સીઝફાયર સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકાના અધિકારીઓના મતે, આ એક સ્વતંત્ર રાજદ્વારી પ્રક્રિયા છે જેનો ઉદ્દેશ્ય ઇઝરાયલની ઉત્તરી સરહદ પર શાંતિ સ્થાપિત કરવાનો છે. જાે કે, લેબેનોનમાં સક્રિય સંગઠન હિઝબુલ્લાહ આ મંત્રણા કે ટૂંકા ગાળાના યુદ્ધવિરામના પ્રસ્તાવને સ્વીકારશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
અમેરિકા અત્યારે ઉતાવળમાં કોઈ ર્નિણય લેવાને બદલે બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા પર ધ્યાન આપી રહ્યું છે. ઇઝરાયલ અત્યારે લેબેનોનમાં એક અઠવાડિયાના ટૂંકા ગાળાના યુદ્ધવિરામ પર વિચાર કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ કાયમી શાંતિ કરારનો માર્ગ મોકળો થઈ શકે.





