
રાહુલે તમિલનાડુના પોન્નેરીમાં જનસભાને સંબોધી અમે તેમને હરાવી દીધા…તમિલનાડુમાં મહિલા અનામત બિલ પર બોલ્યા રાહુલ ગાંધી આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુના પોન્નેરીમાં એક જનસભાને સંબોધતા સીમાંકન સાથે જાેડાયેલી હાલની સંસદીય ગતિવિધિઓને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ પગલું તમિલનાડુ સહિતના દક્ષિણના રાજ્યોના સંસદીય પ્રતિનિધિત્વને ઘટાડવાની એક છૂપી વ્યૂહરચનાનો ભાગ છે.
તિરુવલ્લુર જિલ્લામાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સંસદમાં લાવવામાં આવેલું હાલનું વિધેયક ભલે મહિલા અનામતના નામે રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ તેની પાછળનો વાસ્તવિક ઉદ્દેશ્ય સીમાંકન દ્વારા દક્ષિણના અને નાના રાજ્યોની રાજકીય તાકાતને નબળી પાડવાનો હતો. તેમણે કહ્યું કે અમે તેને સંસદમાં હરાવ્યું.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં RSS અને ભાજપ પર તમિલનાડુની ભાષા, સંસ્કૃતિ અને ઓળખને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, હું તમિલનાડુમાં જન્મ્યો નથી, પરંતુ અહીંના લોકો સાથે મારો ઊંડો સંબંધ છે. તમિલ ભાષા અને સંસ્કૃતિ પર હુમલો કરવો અસ્વીકાર્ય છે.
તેમણે પોતાના રાજકીય દૃષ્ટિકોણને સ્પષ્ટ કરતા કહ્યું કે ભારત રાજ્યોનો સંઘ છે, જ્યાં દરેક રાજ્યને સમાન મહત્ત્વ અને પોતાની ભાષા-સંસ્કૃતિને જાળવી રાખવાનો અધિકાર હોવો જાેઈએ. વડાપ્રધાનના એક રાષ્ટ્ર, એક નેતા, એક ભાષા જેવા વિચારોની ટીકા કરતાં તેમણે કહ્યું કે આ બંધારણની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
આગામી ચૂંટણીઓને લઈને રાહુલ ગાંધીએ INDIA ગઠબંધન વતી કેન્દ્રના કેન્દ્રીકરણના પ્રયાસોનો વિરોધ કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીથી તમિલનાડુને નિયંત્રિત કરવાની કોશિશ થવા દઈશું નહીં. રાજ્ય પોતાના ભવિષ્યનો ર્નિણય જાતે કરશે.
તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી ૨૩ એપ્રિલે એક તબક્કામાં યોજાશે, જ્યારે મતગણતરી ૪ મેના રોજ થશે. આ વખતે મુખ્ય મુકાબલો DMK-નેતૃત્વ હેઠળના ગઠબંધન અને NDA વચ્ચે માનવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ, અભિનેતા અને રાજનેતા વિજયની પાર્ટી પણ ચૂંટણીને ત્રિકોણીય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.





