
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી બાલાસિનોરમાં પોણા છ ઇંચ વરસાદ ખાબક્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં સૌથી વધુ પોણા ૬ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતાં જળબંબોળની સ્થિતિ સજાર્ી છે. આ ઉપરાંત અરવલ્લી, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લાના અનેક તાલુકાઓમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જેના કારણે ગરમીથી રાહત મળવાની સાથે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.સરકારી આંકડા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મહીસાગરના બાલાસિનોરમાં સૌથી વધુ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૭૫ મીમી (૨.૯૫ ઇંચ) અને ધનસુરામાં ૬૬ મીમી (૨.૬૦ ઇંચ) વરસાદ પડ્યો છે, જ્યારે સાઠંબા, બાયડ અને મોડાસામાં પણ હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહ્યો છે. બીજી તરફ, ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૫૭ મીમી અને કપડવંજમાં ૫૫ મીમી વરસાદ ખાબક્યો છે. નડિયાદ, મહુધા અને કઠલાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.આ ઉપરાંત અન્ય વિસ્તારોની વાત કરીએ તો, મહેસાણાના સતલાસણા તાલુકામાં ૭૩ મીમી (૨.૮૭ ઇંચ) અને ખેરાલુમાં ૨૦ મીમી વરસાદ નોંધાયો છે. વડોદરાના દેસરમાં ૫૩ મીમી, જ્યારે પંચમહાલના ઘોઘંબામાં ૫૨ મીમી અને જાંબુઘોડામાં ૫૧ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે જ ગોધરા અને હાલોલમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. છોટાઉદેપુરના કડવાલમાં ૪૯ મીમી વરસાદ થયો છે, જ્યારે દાહોદના દેવગઢબારિયા અને ધાનપુરમાં ધીમી ધારે વરસાદ થયો હતો.





