
અમદાવાદના ચાંદખેડામાં બેકાબૂ મ્ઇ્જી બસ બિલ્ડિંગમાં ઘૂસી ગઇબેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો હતો. ચાંદખેડા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબૂ બનેલી BRTS બસ દીવાલ તોડીને સીધી સોસાયટીના બિલ્ડિંગમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટી પાસે BRTS નું સર્વિસ સ્ટેશન આવેલું છે. આજે કોઈ અગમ્ય કારણોસર સર્વિસ સ્ટેશન પર લાવવામાં આવેલી એક BRTS બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બસ એટલી ઝડપે હતી કે તે સર્વિસ સ્ટેશનની દીવાલ અને પેરાફીટ ઓળંગીને સીધી જ બાજુમાં આવેલી પ્રહલાદ પાર્ક સોસાયટીના બિલ્ડિંગ પરિસરમાં ખાબકી હતી.
બેકાબૂ બસ બિલ્ડિંગના પિલર અને નીચેના ભાગે જાેરદાર રીતે અથડાતા મોટો અવાજ થયો હતો. બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે બિલ્ડિંગના માળખાને અને બસના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું છે.
સદનસીબે, અકસ્માત સમયે બિલ્ડિંગના નીચેના ભાગમાં કે બસની આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જાેકે, સોસાયટીના રહીશોમાં બસ આ રીતે અંદર ઘૂસી આવતા ભયનો માહોલ જાેવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને BRTS ના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માત ડ્રાઈવરની બેદરકારીને કારણે થયો છે કે બસમાં કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
બસને બિલ્ડિંગ પાસેથી ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરમાં અવારનવાર BRTS બસો દ્વારા સર્જાતા અકસ્માતોને લઈને હવે લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.





