
(છગનલાલ મેવાડા ધ્વારા સુરત)
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી અશોકભાઈ સોલંકી અને શીલાબેન સોલંકીની ચિ.સુપુત્રી કુમારી ઉપાસના સોલંકી ધોરણ ૧૨ સાયન્સનો અભ્યાસ ઇંગ્લિશ મીડિયમમાં પૂર્ણ કરી MBBS ના ઉચ્ચ અભ્યાસ અર્થે રશિયા જતાં હોય તેમના પરિવારજનો માં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ઘરના વડીલો, સમાજના સંતો, ડોકટરો, વકીલો અને સામાજિક આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે.
વાલ્મીકિ સમાજની દીકરીને સંતશ્રી મહેશભાઈ શેઠ, સંતશ્રી આલોક પુનિતમ, સંતશ્રી કાંતિદાસ, સંતશ્રી રવિરામ ગુરુશ્રી ફૂલારામ મહારાજના ધર્મપત્ની શ્રીમતી મંજુલાબેન રજવાડી, મગનલાલ સોલંકી, કાન્તાબેન સોલંકી, એડવોકેટ મહેન્દ્રભાઈ સોલંકી, મનીષાબેન મહેન્દ્રભાઈ સોલંકી, એડવોકેટ અને નોટરી અશ્વિનભાઈ વૈષ્ણવ, નીતુબેન વૈષ્ણવ, એડવોકેટ જીતુભાઈ શાહ, નીતાબેન શાહ, અને સુરત મેડિકલ કોલેજના પ્રોફેસર ડો.ઇન્દિરાબેન પરમાર, ડો. એસ.એલ.કંથારીયા, અશોકભાઇ કંથારીયા, એડવોકેટ મયંકભાઈ સોલંકી,સુભાષભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, સામાજિક આગેવાન છગનલાલ મેવાડા, ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી સૈયદભાઈ શેખ, સામાજિક કાર્યકર અને ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના મહામંત્રી રવિભાઈ સુરતી અને શ્યામભાઈ ટેનિયા, પ્રદીપ વૈષ્ણવ, સોનલ વૈષ્ણવ, કમલેશભાઈ સોલંકી,સુરત મેડિકલ કોલેજના ડિન ડો.શૈલેન્દ્રભાઈ વાજપેઈ, મનીષભાઈ રજવાડી, દક્ષિણ ગુજરાતના એડવોકેટ ડી.સી.સોલંકી, પ્રિયંકા સોલંકી , કરણ સોલંકી, શાંતાબેન સોલંકી વિગરેએ કુમારી ઉપાસનાને શુભેચ્છા પાઠવી છે.
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભાઈલાલ વૈષ્ણવ અને નંદાબેન વૈષ્ણવે કુમારી ઉપાસનાને શુભેચ્છા પાઠવી તેણીનો અભ્યાસ શાંતિથી પૂરો થાય તેવી આશા વ્યકત કરી છે. વાલ્મીકિ સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓએ કુમારી ઉપાસનાનું ઉચ્ચ અભ્યાસનું ઉદાહરણ લક્ષમાં લેવા અને તેઓના બાળકોને ડોકટર, એંજિનિયર બનાવવા અંગે ગમેતેવી મુશ્કેલી હોય તેમ છતાં બાળકોના હિતમાં તેઓના ઉચ્ચ અભ્યાસ માટે વિચારવું જોઈએ. અને હાલની સ્થિતિ માં બાળકો ડોકટર, એંજિનિયર કે વકીલ બનશે તો જ તેઓ સારી રીતે તેઓનું જીવન પસાર કરી શકશે. તે માટે કુમારી ઉપાસના જે બચપણથી ડોકટર બનવાના સ્વપ્ન જોઈ રહી હતી તે આજે સાકાર થવા જઈ રહેલ છે તે ઉદાહરણ ને સમાજે લક્ષમાં લેવું જોઈએ. પોતાના બાળકો માટે ઉચ્ચ અભ્યાસ માટે વિચારવા અપીલ કરી છે. કુમારી ઉપાસના સમાજ માટે દીવા દાંડીરૂપ છે.





