
ભોગ બનનાર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ.રાજકોટની એઈમ્સ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી.આ વિવાદ એટલો વરવો બન્યો હતો કે ફરજ પરની મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હાથ ઉપાડીને તેમને ઢીકાપાટુનો માર માર્યો.રાજકોટની પ્રતિષ્ઠિત એઈમ્સ હોસ્પિટલ તેના નબળા મેનેજમેન્ટ અને સિક્યુરિટી સ્ટાફના અસભ્ય વર્તનને કારણે વધુ એકવાર ચર્ચામાં આવી છે. હોસ્પિટલના કેમ્પસમાં વાહન પાર્ક કરવા જેવી સામાન્ય બાબતે ખાનગી સિક્યુરિટી એજન્સીના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વરવો બન્યો હતો કે ફરજ પરની મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગા પર હાથ ઉપાડીને તેમને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેના કારણે હોસ્પિટલના દર્દીઓ અને અન્ય લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.
દર્દીના સગા પોતાનું વાહન પાર્ક કરી રહ્યા હતા ત્યારે સિક્યુરિટી સ્ટાફ સાથે કોઈ મુદ્દે તકરાર થઈ હતી. હોસ્પિટલ પરિસરમાં જ બનેલી આ સમગ્ર ઘટનાનો વીડિયો ત્યાં ઉભેલા કોઈ વ્યક્તિએ મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિક્યુરિટી સ્ટાફની દાદાગીરી સ્પષ્ટપણે જાેઈ શકાય છે. અગાઉ પણ એઈમ્સના સિક્યુરિટી સ્ટાફ વિરુદ્ધ દર્દીઓ સાથે ગેરવર્તણૂકની ફરિયાદો ઉઠી ચૂકી છે, ત્યારે આ નવી ઘટનાએ હોસ્પિટલ પ્રશાસનની છબી ખરડી છે.
સિક્યુરિટી સ્ટાફના હિંસક વર્તનનો ભોગ બનનાર વ્યક્તિએ આ મામલે મૌન રહેવાને બદલે કાયદેસરની કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે.
ભોગ બનનાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સિક્યુરિટી સ્ટાફ વિરુદ્ધ વિધિવત્ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે વાયરલ વીડિયો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. લોકોની માંગ છે કે દર્દીઓ અને તેમના સગાઓ સાથે આવું અમાનવીય વર્તન કરનાર એજન્સી સામે કડક પગલાં લેવામાં આવે અને હોસ્પિટલ પ્રશાસન આ બાબતે ગંભીરતા દાખવે.





