
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે રાજય સરકારને બાળલગ્નો રોકવા માટે લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખ લખવાનું ફરજિયાત કરવું જોઈએ એવું સૂચન કર્યું છે. કમિશને કહ્યું હતું કે બાળ લગ્નો અને બાળકોના જાતીય શોષણને રોકવા માટે રાજયભરમાં જાગૃતિ અભિયાનો વધુ તીવ્ર બનાવવા જોઈએ. રાજસ્થાનની જેમ લગ્નની આમંત્રણપત્રિકા પર કન્યા અને વરરાજાની જન્મતારીખનો ઉલ્લેખ ફરજિયાત બનાવવા માટે રાજય સરકારને ભલામણ કરવાનો પણ કમિશને નિર્ણય લીધો છે. પેનલે સોલાપુર જિલ્લામાં નોંધાયેલા ટીનેજર છોકરીના માતા બનવાના શંકાસ્પદ કેસોની સંયુકત તપાસનો આદેશ આપ્યો છે અને આ મુદ્દાને બાળઅધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.





