
વર્લ્ડ બેંકની ચેતવણી.૨૦૫૦ સુધીમાં શહેરોમાં ગરમીની ચપેટમાં આવતા ગરીબોની સંખ્યા ૭૦૦% વધશે.આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો ૨૦૫૦માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે.આજે દુનિયાના શહેરોમાં ગરમી એક સાઇલેન્ટ કિલરની જેમ ફેલાઈ રહી છે. ખાસ કરીને ગ્લોબલ સાઉથ એટલે કે ગરીબ દેશોના શહેરોમાં આ સમસ્યા ખૂબ જ ભયંકર બની ગઈ છે. ઝડપથી વધતા શહેરો, ઓછા સંસાધનો અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગરમી હવે રોજબરોજની જિંદગીને સીધી અસર કરી રહી છે, લોકો કામ કરી શકતા નથી. બાળકો શાળાએ જઈ શકતા નથી. બીમાર લોકો હોસ્પિટલ પહોંચી શકતા નથી.
ગરમીથી વીજળીની માંગ એટલી વધી જાય છે કે સમગ્ર સિસ્ટમ પર બોજ પડે છે. પ્રદૂષણ પણ વધે છે. શહેરોમાં અર્બન હીટ આઇલેન્ડ ઇફેક્ટને કારણે તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે રહે છે. આ ગરમી હવે માત્ર ગરમી નથી, પરંતુ મૃત્યુ, બેરોજગારી અને ભૂખમરાનું કારણ બની રહી છે.
વિશ્વ બેંકના નવા રિપોર્ટમાં ડરામણા આંકડા સામે આવ્યા છે. ૨૦૫૦ સુધીમાં શહેરોમાં રહેતા ગરીબ લોકોની સંખ્યા, જે ખતરનાક ગરમીનો સામનો કરી રહી હશે, તેમાં ૭૦૦ ટકાનો વધારો થશે. જેનો અર્થ એ છે કે આજે જેટલા ગરીબો ગરમીથી પ્રભાવિત છે, તેના કરતા સાત ગણા વધુ લોકો ૨૦૫૦માં આ આગ ઓકતી ગરમીમાં શેકાશે. સૌથી વધુ જાેખમ પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના શહેરો પર છે. અહીં ગરીબ પરિવારો, બહાર કામ કરતા મજૂરો, વૃદ્ધો અને બાળકો સૌથી પહેલા શિકાર બનશે. જાે અત્યારે કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હીટવેવ વધુ ઝડપથી અને લાંબી બનશે. લોકો મૃત્યુ પામશે, પરિવારો વિખેરાઈ જશે અને આખું શહેર ઠપ્પ થઈ જશે.
ગરમી પર કાબૂ ન મેળવવાનું પરિણામ ખૂબ જ ભયાનક હશે. કામ-ધંધા ઠપ્પ થઈ જશે. શાળાઓ બંધ થઈ જશે. હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગશે. ગરમીને કારણે વીજળીની માંગ એટલી વધશે કે વીજ સંકટ ઘેરું બનશે. પ્રદૂષણ વધશે. ગરીબી અને અસમાનતા વધશે. લોકો શહેર છોડીને ભાગવા લાગશે, આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર વધશે. અર્થતંત્રને ભારે નુકસાન થશે. વિશ્વ બેંકનું કહેવું છે કે ગરમી હવે માત્ર મોસમી પરેશાની નથી. તે શહેરોની આખી વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી દેશે. જાે શહેરો અત્યારે તૈયાર નહીં થાય તો લાખો લોકો બેઘર થઈ જશે, ભૂખે મરશે અને ગરમીને કારણે થતા મોત સામાન્ય બની જશે.





