
રાજસ્થાન રોયલ્સ માટે ખરાબ સમાચાર.હૈદરાબાદ સામેની મેચ દરમિયાન ઓપનર વૈભવ સૂર્યવંશી ઈજાગ્રસ્ત.હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે છોડવું પડ્યું હતું મેદાન.IPL 2026માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર ફોર્મમાં રહેલા યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીની ફિટનેસ ટીમ માટે ચિંતાનો વિષય બની છે. શનિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં સૂર્યવંશીને ફિલ્ડિંગ દરમિયાન હેમસ્ટ્રિંગની સમસ્યાને થઈ હતી. ત્યારબાદ ફિઝિયો અને સપોર્ટ સ્ટાફની મદદથી તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો. ત્યારબાદ તે ફિલ્ડિંગ કરવા મેદાનમાં આવ્યો નહોતો.
રાજસ્થાન માટે મેચ નિરાશાજનક સાબિત થઈ, કારણ કે સૂર્યવંશીની વિસ્ફોટક સદી છતાં ટીમ ૨૨૯ રનના વિશાળ સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ રહી અને જીઇૐ સફળતાપૂર્વક ટાર્ગેટનો પીછો કરી શક્યું. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બેટિંગ કોચ વિક્રમ રાઠોડે સૂર્યવંશીની ઈજા અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે તેને સ્નાયુમાં થોડી તકલીફ થઈ રહી હતી, પરંતુ હવે તે સ્વસ્થ દેખાય છે. તેની સારવાર ચાલી રહી છે. એક કે બે દિવસમાં સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ હાલ માટે ઈજા ગંભીર નથી લાગતી.
જાે કે, રાજસ્થાન રોયલ્સની ચિંતા તેના શેડ્યૂલના કારણે છે. ટીમને વધુ આરામ મળ્યો નથી અને ૨૮ એપ્રિલે પંજાબ કિંગ્સ સામે એક મહત્વપૂર્ણ મેચ રમવાની છે. પરિણામે સૂર્યવંશી સમયસર સંપૂર્ણ ફિટનેસ મેળવી શકશે કે નહીં તે એક મુખ્ય પ્રશ્ન રહે છે. જાે વૈભવ સૂર્યવંશી પંજાબ સામેની મેચમાં રમી શકે તેમ ના હોય તો રાજસ્થાન રોયલ્સને તેના ઓપનિંગ કોમ્બિનેશનમાં ફેરફાર કરવાની ફરજ પડી શકે છે. ટીમ પાસે બે વિકલ્પો ઉપલબ્ધ છે. લુઆન-ડ્રે પ્રિટોરિયસને ઇનિંગ શરૂ કરવાની તક આપવામાં આવી શકે છે. જાે કે, આવું કરવા માટે ટીમને શિમરોન હેટમાયરને બેન્ચ કરવાની જરૂર પડી શકે છે.
બીજાે વિકલ્પ અમન રાવ પેરાલસ છે, જેને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. પેરાલસે આ વર્ષે વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યાં તેણે બંગાળના પ્રચંડ પેસ આક્રમણ સામે માત્ર ૧૫૪ બોલમાં બેવડી સદી ફટકારી હતી. ૨૧ વર્ષીય બેટ્સમેને અત્યાર સુધીમાં ૧૧ ટી૨૦ મેચમાં ૩૦૧ રન બનાવ્યા છે, જેમાં તેણે ૩૩.૪૪ની સરેરાશ અને ૧૬૨.૭૦નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો છે. તેનો સમાવેશ રાજસ્થાનને ટીમ સંતુલનની દ્રષ્ટિએ પણ ફાયદો કરાવી શકે છે. આવી સ્થિતિમાં ટીમ દાસુન શનાકાને લાવીને તેના મધ્યમ ક્રમને મજબૂત બનાવી કરી શકે છે. જાે હેટમાયરનું ફોર્મ ચિંતાનું કારણ બને છે. રાજસ્થાનનો આગામી મુકાબલો પંજાબ કિંગ્સ સામે છે, જે હાલમાં ટુર્નામેન્ટમાં અજેય ટીમ છે. પંજાબે સતત છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તાજેતરમાં ટીમે દિલ્હી કેપિટલ્સ સામે IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ચેઝ કર્યો છે. આ સંદર્ભમાં જાે સૂર્યવંશી તેની ફિટનેસ પાછી નહીં મેળવે, તો આ મેચ રાજસ્થાન રોયલ્સ માટે વધુ મુશ્કેલ પડકાર સાબિત થઈ શકે છે.





