
કેન્યાના ૪ ચિત્તા બનશે ગુજરાતના મહેમાન.કેન્યાથી બે નર અને બે માદા ચિત્તા ગુજરાત લાવવામાં આવશે.કચ્છના બન્નીમાં પુન:વસવાટ માટેની તૈયારીઓ તેજ.ગુજરાતની ધરતી પર ચિત્તાની ઘરવાપસી માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) એ લીલીઝંડી આપતા હવે ટૂંક સમયમાં ચિત્તા ગુજરાતમાં જાેવા મળશે. કચ્છના બન્ની ઘાસિયા વિસ્તારમાં ચિત્તાને લાવવામાં આવનાર હોવાની વાત ચાલી રહી છે. જેમાં ૨ નર અને ૨ માદા ચિત્તા જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ગુજરાતની ધરતી પર પગ મૂકે તેવી શક્યતાઓ છે. જાેકે, બન્ની વિસ્તારનો માલધારી સમાજ આ ર્નિણયને લઈ નાખુશ જાેવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે, જાે ચિત્તા બન્ની વિસ્તારમાં વસવાટ કરશે તો તેમના પાલતુ પશુઓને ખતરો છે.
મધ્ય પ્રદેશના કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બાદ હવે ગુજરાત ચિત્તાઓનું નિવાસસ્થાન ધરાવતું બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. કચ્છના બન્ની વિસ્તારમાં NTCA એ ચાર ચિત્તાઓને સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી દીધી છે. જાેકે, અંતિમ મંજૂરી માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી બાકી છે તે મળ્યા બાદ જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં કેન્યાથી બે નર અને બે માદા ચિત્તાઓ ગુજરાત લાવવામાં આવશે. એક વર્ષમાં તબક્કાવાર કુલ ૧૨ ચિત્તાઓને બન્નીમાં વસાવવાની યોજના છે.
ભારત સરકારે દેશમાં ચિત્તાનાં પુન: સ્થાપન માટે રચેલી નેશનલ સ્ટિયરિંગ કમિટી ફોર ચિત્તા સાથે સંકળાયેલા નિષ્ણાતોની ટીમે તાજેતરમાં કચ્છનાં બન્ની ઘાસિયા વિસ્તારમાં ચકાસણી હાથ ધરી હતી. ચાર સભ્યોની ટીમે બન્ની પ્રોજેક્ટની ઝીણવટભરી ચકાસણી કરીને તેનો રિપોર્ટ પણ તૈયાર કર્યો હતો. જેના આધારે અંતે બન્ની ઘાસના મેદાનોમાં ચિત્તાને વસાવવા માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ પ્રાથમિક તબક્કે ચાર ચિત્તા માટે મંજૂરી આપી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ ચિત્તાઓને પ્રથમ ભુજ લાવવામાં આવશે અને ત્યારબાદ.બન્નીમાં ખસેડવામાં આવશે, જ્યાં દેશનું પ્રથમ સમર્પિત ચિત્તા સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. કુનોમાં નામિબિયાના ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા જેના બદલે ગુજરાત માટેના ચિત્તાઓ કેન્યાથી લાવવામાં આવશે. અને ખુલ્લા વિસ્તારમાં છોડતા પહેલાં લગભગ એક મહિના સુધી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેમને કેન્યાના સવાના જેવા કુદરતી પર્યાવરણને અનુરૂપ તૈયાર કરાયેલા ૫૦૦ હેક્ટરના વિશેષ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. ચિત્તા બહાર ભાગી ન જાય કે અન્ય શિકારી પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે તે માટે આશરે ૯.૮ કિલોમીટર લાંબી ચેઈન-લિંક વાડ પણ ઉભી કરવામાં આવી છે.
વિભાગ અને એનટીસીએ દ્વારા બન્નીમાં એક વિશાળ પ્રી-રિલીઝ એન્કલેવ તૈયાર કરવામાં આવ્યો છે. આ એન્કલેવમાં ચિત્તાઓના શિકાર માટે પહેલેથી જ નીલગાય, કાળિયાર, ચિંકારા જેવા તૃણભક્ષી પ્રાણીઓને મોટી સંખ્યામાં છોડવામાં આવ્યા છે. ચિત્તા અહીંના વાતાવરણમાં ઢળી જાય એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. બીજી તરફ સ્થાનિક માલધારી સમાજ આ ર્નિણયનો ઉગ્ર વિરોધ નોંધવી રહ્યાં છે. માલધારીઓનું કહેવું છે કે બન્નીએ હજારો વર્ષથી તેમના પશુઓનું ચરિયાણ છે. ચિત્તા આવવાથી તેમના ઊંટ, ગાય, ભેંસ અને ઘેટાં-બકરાં પર જાેખમ ઉભું થશે. જ્યારે આ બાબતે અધિકારીઓનું કહેવું છે કે, ચિત્તા માણસ કે પાલતુ પશુ પર હુમલો કરતા નથી. તેમનો મુખ્ય ખોરાક નીલગાય અને કાળિયાર છે. તેમ છતાં, જાે કોઈ માલધારીનું પશુ ચિત્તાનો શિકાર બને તો સરકાર તરફથી તાત્કાલિક અને પૂરતું વળતર ચૂકવાશે.
ચિત્તાઓના આગમનને ધ્યાનમાં રાખીને ગુજરાત વન વિભાગે બન્ની વિસ્તારમાં રહેઠાણ, એનક્લોઝર, પશુચિકિત્સા સુવિધાઓ તેમજ અન્ય વ્યવસ્થાઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. ચિત્તાની સંભાળ માટે જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. ચિત્તાઓની દેખભાળ રાખવા માટે રાજ્યનાં વન વિભાગ દ્વારા એક સ્વતંત્ર ઇર્હ્લં અને વનરક્ષકની નિમણૂક કરવાની સાથે સાથે વેટરનિટી ડોક્ટર સહિતના જરૂરી સ્ટાફની પણ ભરતી પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. જેને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.





