
આવું પહેલાં કદી નથી બન્યું: અભિષેક ટ્રાફિક સિગ્નલ પર કોઈકે મને શંભૂરાજે કહીને પોકાર કર્યાે લોકો માટે ‘શંભૂ રાજે’નું પાત્ર ખૂબ જ મહત્વપુર્ણ ‘રાજા શિવાજી’માં અભિષેકે શંભૂ રાજેની ભૂમિકા નિભાવી છે અભિષેક બચ્ચન પોતાની કારકિર્દી દરમિયાન અનેક પાત્ર નિભાવી ચુકયા છે. પરંતુ તાજેતરમાં તેમણે નિભાવેલી એક ભૂમિકાના નામે તેમને રસ્તા બચ્ચે પોકાર કરીને બોલાવવામાં આવ્યા હતા. ટ્રાફિક સિગ્નલ પર આ ઘટના બની હતી. તાજેતરમાં અભિષેકે એક મુલાકાતમાં આ જાણકારી આપી હતી. અભિષેકે કહ્યું કે, થોડા દિવસ પહેલાં હું એક ટ્રાફિક સિગ્નલ પર રોકાયેલો ઉભો હતો. કોઈકે મને શંભૂ રાજે કહીને પોકાર કર્યાે.ભૂતકાળમાં મારી સાથે આવું કઠી બન્યું નથી. આ ઘટના કહે છે કે લોકો માટે આ પાત્ર કેટલું મહત્વનું છે.એવામાં આવા પાત્ર સાથે ન્યાય કરવાની અમારી જવાબદારી પણ વધી જાય છે.” ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજા શિવાજી’માં અભિષેક બચ્ચને શંભૂ રાજેની ભૂમિકા નિભાવી છે. સંભૂ રાજે તે છત્રપતિ મહારાજના મોટા ભાઈનું પાત્ર છે. ફિલ્મમાં રિતેશ દેશમુખે છત્રપતિ શિવાજીની ભૂમિકા નિભાવી છે. રિતેશે જ અભિષેકને શંભૂ રાજેની ભૂમિકા ઓફર કરી હતી. .





