
ભારે કરી! UGVCL મોટો ગોટાળો ગરીબ માણસને લાખોનું બિલ થમાવી દેતા પગ તળેથી જમીન સરકી ગઈ આંજણા રામાભાઈના ઘરનું બિલ આવ્યુ ૧ લાખ ૬ હજાર ૮૪૩ રૂપિયા : દર વખતે ૩૦૯ થી ૪૦૦ રૂપિયા બિલ આવતું હતું બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામેથી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
સામાન્ય રીતે જે મકાન બંધ રહેતું હોય અને જ્યાં વીજળીનો કોઈ વપરાશ જ ન થતો હોય, તેવા એક ઘરનું વીજ બિલ અચાનક લાખો રૂપિયામાં આવતા ગ્રાહકના હોશ ઊડી ગયા છે. વીજ કંપનીના આ આંધળા વહીવટ અને ટેકનિકલ છબરડાને કારણે સ્થાનિક ગ્રાહક ભારે ચિંતામાં મુકાયો છે.
ચિત્રાસણી ગામના વતની આંજણા રામાભાઈ આભાભાઈ વર્ષોથી પોતાના પરિવાર સાથે ખેતરમાં ઘર બનાવીને રહે છે. ગામમાં આવેલું તેમનું મૂળ મકાન લાંબા સમયથી બંધ પડ્યું છે અને ત્યાં વીજળીનો નહિવત વપરાશ થાય છે. આ કારણે દર વખતે તેમને નિયમિત રીતે માત્ર ૩૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનું જ વીજ બિલ આવતું હતું. પરંતુ આ વખતે જ્યારે રામાભાઈના મોબાઈલ ફોન પર ેંય્ફઝ્રન્ તરફથી બિલનો મેસેજ આવ્યો, ત્યારે તેમાં દર્શાવેલી રકમ જાેઈને આખો પરિવાર ચોંકી ગયો હતો.
વપરાશ વિના જ તેમને રૂ. ૧,૦૬,૮૪૩ (એક લાખ છ હજાર આઠસો ત્રેતાલીસ) નું તોતિંગ બિલ ફટકારી દેવામાં આવ્યું હતું.
જ્યારે ગ્રાહકે આ આકાશી બિલ આવવાનું કારણ શોધવા પોતાના ઘરના વીજ મીટરની તપાસ કરી, ત્યારે UGVCL ગંભીર બેદરકારી ખુલ્લી પડી હતી. ઘરના મીટરમાં માત્ર ૩,૧૦૦ યુનિટ જ નોંધાયેલા છે. પરંતુ વીજ કંપનીએ મોકલેલા બિલમાં આંકડો વધારીને સીધો ૧૭,૦૦૦ યુનિટ બતાવી દેવામાં આવ્યો છે. પીડિત ગ્રાહકે જણાવ્યું હતું કે દર મહિને માંડ ૩૦૦-૪૦૦ રૂપિયા બિલ આવતું હતું. આ વખતે સીધો એક લાખથી વધુનો મેસેજ આવ્યો એટલે અમે હેબતાઈ ગયા. ગામના ઘરમાં કોઈ રહેતું જ નથી, તો આટલો વપરાશ ક્યાંથી થાય?”
મોબાઈલમાં લાખો રૂપિયાના બિલનો મેસેજ આવ્યા બાદ ગ્રાહક માનસિક તણાવમાં આવી ગયા હતા. વીજ કંપનીના આ છબરડા અંગે આંજણા રામાભાઈએ તાત્કાલિક ઇકબાલગઢ UGVCL કચેરી ખાતે પહોંચીને લેખિત અને મૌખિક જાણ કરી છે.





