
આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ થશે આદર્શ ગૌરવ એલિયન અર્થ સીઝન ૨માં પીટર ડિંકલેજ સાથે કામ કરશે સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે આદર્શ ગૌરવ ફરી એક વખત હોલિવૂડ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. તે હવે એલિયન અર્થ સીઝન ૨માં કામ કરશે, આ શોનું શૂટિંગ જૂન ૨૦૨૬માં શરૂ થવાનું છે. તેના માટે શૂટિંગ પહેલાં આદર્શ જૂનના પ્રથમ અઠવાડિયામાં એક આંતરરાષ્ટ્રીય લોકેશન પર જશે. આદર્શ ગૌરવ સીઝન ૧માં ભજવેલા પોતાનાં પાત્ર “સ્લાઇટલી” તરીકે ફરી પરત ફરશે. એમી એવોર્ડ વિજેતા ગેમ ઓફ થ્રોન્સ ફેમ એક્ટર પીટર ડિંકલેજ સત્તાવાર રીતે આગામી સીઝનની કાસ્ટમાં જાેડાયાં છે અને આદર્શ આ સીઝનમાં પીટર સાથે કામ કરશે. આ સિરીઝ નોહ હૉલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને રિડલી સ્કોટ તેના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે.ગૌરવે આ ફિલ્મના પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું, “એલિયન અર્થની સીઝન ૨ માટે પાછા ફરવું મારા માટે બહુ ખાસ અનુભવ છે. ‘સ્લાઇટલી’ એવું પાત્ર છે જે શૂટિંગ પૂરું થયા પછી પણ મારી સાથે રહ્યું છે, કારણ કે તે ભાવનાત્મક રીતે ખૂબ જ અઘરું અને અણધાર્યું છે. નોહ હૉલી અને રિડલી સ્કોટ દ્વારા રચાયેલી દુનિયામાં આ પાત્રને વધુ ઊંડાણથી સમજવાની તક મળવી એક અભિનેતા તરીકે ઘણી ઉત્સાહજનક અને અત્યંત સંતોષકારક બાબત છે.”તેણે આગળ ઉમેર્યું, “હું જૂનનાં પહેલા અઠવાડિયામાં આંતરરાષ્ટ્રીય શીડ્યુલ માટે રવાના થઈશ અને ત્યારબાદ થોડા સમયમાં અમે શૂટિંગ શરૂ કરીશું. આ સીઝનને લઈને ઘણો ઉત્સાહ છે, કારણ કે તેની વાર્તા વધુ મહત્ત્વાકાંક્ષી બની રહી છે. હું એક આઇકોનિક યુનિવર્સનો ભાગ છું અને અસાધારણ કલાકારો સાથે કામ કરી રહ્યો છું, આ બાબતોથી મારો અનુભવ ખરેખર વિશેષ બની ગયો છે. ખાસ વાત તો એ છે કે પીટર ડિંકલેજ, ટિમોથી ઓલિફન્ટ અને સમગ્ર ટીમ સાથે કામ કરવું મને દરરોજ સર્જનાત્મક રીતે વધુ આગળ ધપાવે છે.”આ સિરિઝમાં સિડની ચેન્ડલર, એલેક્સ લોથર, એસી ડેવિસ, સેમ્યુઅલ બ્લેન્કિન અને બાબૂ સીસે સહિતના કલાકારો છે.





