
આ પહેલાં ફિલ્મને બાફ્ટા એવોર્ડ પણ મળ્યો છે મણિપુરી ફિલ્મ બૂંગને ન્યુયોર્ક ફિલ્મ ફેસ્ટિવલમાં ૩ એવોર્ડ મળ્યા
ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણીઓ, ફિલ્મમેકર્સ અને સિનેપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ (NYIFF) ૨૦૨૬માં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ સૌથી મોટી વિજેતા બની છે. મ્છહ્લ્છ એવોર્ડ વિજેતા આ ફિલ્મે ત્રણ મહત્વની કેટેગરીના એવોર્ડ પોતાના નામે કર્યા, જેમાં શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો એવોર્ડ સામેલ છે.૨૮થી ૩૧ મે દરમિયાન યોજાયેલા ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬નું સમાપન રવિવારે એવોર્ડ સમારોહ સાથે થયું. ચાર દિવસ ચાલેલા આ ફેસ્ટિવલમાં ૧૫ ભાષાઓની વિવિધ ફિલ્મો રજૂ કરવામાં આવી હતી. જે આજના ભારતીય સિનેમામાં પ્રાદેશિક વાર્તાઓના વધતા પ્રભાવને દર્શાવે છે. ઉત્તર અમેરિકામાં ભારતનાં સ્વતંત્ર સિનેમાને સમર્પિત આ સૌથી જૂનો ફિલ્મ ફેસ્ટિવલ છે.ઇન્ડો-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલ (IAAC) દ્વારા યોજાયેલા આ વર્ષના ફેસ્ટિવલમાં ૧૯ ફીચર ફિલ્મો, ૪ ડોક્યુમેન્ટરીઝ અને ૨૭ શોર્ટ ફિલ્મોનો સમાવેશ દર્શાવાઈ હતી. તેમાં અનેક વર્લ્ડ પ્રીમિયર તેમજ LGBTQ શોર્ટ ફિલ્મો માટેનો વિશેષ કાર્યક્રમ પણ યોજાયો હતો.ફેસ્ટિવલનું સર્વાેચ્ચ સન્માન ‘બક્ષો બંદી’ને શ્રેષ્ઠ ફિલ્મ તરીકે મળ્યું છે. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં BAFTA ના ‘બેસ્ટ ચિલ્ડ્રન્સ એન્ડ ફેમિલી ફિલ્મ’ કેટેગરીમાં ઐતિહાસિક જીત મેળવનાર ‘બૂંગ’ ત્રણ એવોર્ડ સાથે સાંજની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ.‘બૂંગ’ માટે લક્ષ્મીપ્રિયા દેવીએ શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો, જ્યારે ફિલ્મના યુવા કલાકાર ગુગુન કિપગેનને શ્રેષ્ઠ બાળ અભિનેતાનો એવોર્ડ મળ્યો. ફિલ્મને શ્રેષ્ઠ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણીઓ, ફિલ્મમેકર્સ અને સિનેપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. ફેસ્ટિવલની શરૂઆત ૨૯ મેના રોજ ‘બૂંગ’નાં ખાસ પ્રિમિયર સાથે થઈ હતી. ઉપરાંત, કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘શોલે’ની 4K રિસ્ટોર કરાયેલી આવૃત્તિનું પણ દર્શાવવામાં આવી હતી. IAAC ચેરમેન ડૉ. ર્નિમલ મટ્ટૂએ જણાવ્યું હતું કે NYIFF એક શક્તિશાળી સાંસ્કૃતિક સેતુ તરીકે કાર્ય કરે છે. ફેસ્ટિવલ ડિરેક્ટર અસીમ છાબરાએ જણાવ્યું હતું કે આ વર્ષની ફિલ્મો ભારતની આધુનિક વાર્તાકથનનાં ઊંડાણ અને વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. IAAC ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુમન ગોલ્લામુડીએ જણાવ્યું હતું કે NYIFF સ્વતંત્ર ફિલ્મમેકર્સ માટે વૈશ્વિક મંચ પર એક મહત્વપૂર્ણ લોન્ચપેડ તરીકે કામ કરે છે અને ભારતીય સિનેમાના અનોખા અવાજાેને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે.





