
રિતિકે તેને યોગ્ય રોલ ન મળવાનું દુ:ખ વ્યક્ત કર્યું મને ‘લક બાય ચાન્સ’ના ઝફર જેવો રોલ મળશે તો કૂદી પડીશ રિતિકની પોસ્ટ ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગઈ હતી અને ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકોએ પણ તેમાં પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા
રિતિકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જાહેર કર્યું છે કે તે ક્યા પ્રકારના રોલ કરવા માગે છે અને આ પોસ્ટથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રિતિકની પોસ્ટ ટૂંક સમયમાં જ વાયરલ થઈ ગઈ હતી અને ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકોએ પણ તેમાં પોતાનાં પ્રતિભાવો આપ્યા હતા. બુધવારે રિતિકે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી અને તે હવે કેવા પ્રકારનાં રોલ કરવા માગે છે, તે અંગે તેણે વાત કરી હતી. તેણે લખ્યું હતું, “હમણાં જ કોઈએ પૂછ્યું કે હું કયા પ્રકારના રોલની શોધમાં છું. એ સાંભળીને મને પણ આશ્ચર્ય થયું. લક બાય ચાન્સનો ઝફર યાદ છે? એ જ.”એ પાત્ર તેને કેટલું ગમ્યું હતું, એ અંગે તેણે આગળ લખ્યું, “એવું કશું મને મળશે તો હું કુદી પડીશ. પરંતુ ડિરેક્ટર્સ મને સારો માણસ જ બનાવવા માગે છે. દુ:ખદ.” તેની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીનાં કેટલાંક લોકોએ પણ કમેન્ટ કરી હતી. એક્ટર હર્ષવર્ધન કપૂરે લખ્યું, “આ પોસ્ટ બહુ ગમી..હવે જે આવશે એના માટે બહુ ઉત્સુક છું.”ફિલ્મમેકર ઝોયા અખ્તર, જેણે લક બાય ચાન્સ ડિરેક્ટ કરી હતી, તેણે આ ચર્ચાને ફરી આગળ વધારીને લખ્યું હતું, “ચાલો, એ કૉફી તો પી જ લઈએ.”ર્નિદેશક સિદ્ધાર્થ આનંદ, જેણે હૃતિક રોશન સાથે બેંગ બેંગ, વૉર અને ફાઇટર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે, તેણે ટૂંકો પરંતુ રસપ્રદ પ્રતિભાવ આપ્યો હતો: “ચાલો પછી!”તો અભિનેતા સંજય કપૂર પણ આ ચર્ચામાં રમૂજી કમેન્ટ સાથે જાેડાયા. લક બાય ચાન્સમાં ડિરેક્ટર તરીકે પોતાનાં કેમિયોનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું, “ત્યારે હું લક બાય ચાન્સનો ઝફર હતો, આ વખતે હું તને ડિરેક્ટ કરીશ. ફિલ્મમાં ગઈ વખતે તમે કરણ જાેહરને પસંદ કર્યાે હતો.”બીજી તરફ એવી પણ અટકળો અને ચર્ચાઓ ચાલે છે કે ફરહાન અને રણવીર સિંહ વચ્ચેના વિવાદમાં હવે રિતિક રોશન ડોન ૩ કરી શકે છે. આ અફવાઓ અંગે સ્પષ્ટતા કરતાં હૃતિકે એક નિવેદનમાં કહ્યું હતું, “માત્ર એક અફવા તરીકે શરૂ થયેલી વાત હવે પોતાનું અલગ જ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને સત્ય સ્પષ્ટ કરવું જરૂરી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગું છું કે ડોન ૩ માટે કોઈપણ સમયે મારો સંપર્ક કરવામાં આવ્યો નહોતો.”જાે રિતિકની આવનારી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે હજુ પણ પોતાના પ્રોજેક્ટ્સની પસંદગી બાબતે ખૂબ જ સાવચેત છે. હાલમાં તેનું બધું ધ્યાન ક્રિશ ૪ પર કેન્દ્રિત છે, જેમાં તે અભિનય કરવાની સાથે દિગ્દર્શન પણ કરશે.





