
ફિલ્મની રીલિઝ ડેટ હવે જાહેર થશે.અર્શદ વારસી જીવન ભીમા યોજના ફિલ્મમાં ડબલ રોલમાં.અર્શદની કેરિયરનો પહેલો ડબલ રોલ : વિજય રાઝ અને સંજીદા શેખ સહિતના કલાકારો.અર્શદ વારસી કેરિયરમાં પહેલીવાર ‘જીવન ભીમા યોજના’ ફિલ્મમાં ડબલ રોલ કરી રહ્યો છે. આ ફિલ્મની રીલિઝ ડેટ હવે આજકાલમાં જાહેર કરાશે તેમ માનવામાં આવે છે. ‘ડોલી કી ડોલી’ તથા ‘ફ્રાઈ ડે’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા અભિષેક ડોગરાએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યંં છે. તેમાં વિજય રાઝ તથા સંજીદા શેખ સહિતના કલાકારો હશે. ફિલ્મના સર્જકોના જણાવ્યા અનુસાર આ એક ડાર્ક કોમેડી હોવાની સાથે સાથે ક્રાઈમ થ્રીલર પણ હશે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હાલ તેનું પોસ્ટ પ્રોડક્શન ચાલી રહ્યું છે. તાજેતરમાં તેનું ટીઝર રીલિઝ કરાયું હતું પરંતુ રીલિઝ ડેટની કોઈ વિગતો આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ તથા ‘જાેલી એલએલબી’ જેવી ફિલ્મોથી જાણીતા અર્શદની કેરિયરને ઓટીટી દ્વારા નવી લાઈફલાઈન મળી છે.





