Vastu Tips: જીવનને સફળ બનાવવા માટે વાસ્તુ શાસ્ત્રમાં અનેક ઉપાય વિશે જણાવવામાં આવ્યું છે. જે વ્યક્તિ વાસ્તુ નિયમોનું પાલન કરે તેનું જીવન સુખમયી અને ખુશહાલ રહે છે. જીવનમાં આવી રહેલ તમામ પરેશાનીઓ દૂર થાય છે અને વાસ્તુદોષ લાગતો નથી. જો તમારા જીવનમાં પરેશાની ખતમ નથી થઈ રહી તો અમે તમને કેટલાક વાસ્તુ નિયમો વિશે જણાવી રહ્યા છીએ.
આ વાસ્તુ નિયમ અપનાવીને તમે તમારું જીવન ખુશમયી બનાવી શકો છો, ઉપરાંત પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. વાસ્તુ નિયમ અનુસાર નહાવાથી શરીરમાં રહેલ નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ફ્રેશ ફીલ થાય છે. નહાતા સમયે પાણીમાં કેટલીક વસ્તુ નાખવાથી સકારાત્મક પરિવર્તન આવે છે, વાસ્તુદોષ દૂર થાય છે.
નહાવાના પાણીમાં નાખો આ વસ્તુ
ઈલાયચી અને કેસર
જો તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે, તમારા જીવનમાં અનેક પરેશાની આવી રહી છે, તો નહાવાના પાણીમાં 2-3 ઈલાયચી અને એક ચપટી કેસર મિશ્ર કરો. જેથી ખરાબ સમય દૂર થશે અને જીવનની તમામ પરેશાની દૂર થશે. આ ઉપાય કરવાથી નકારાત્મક ઊર્જા પણ દૂર થશે.
રત્ન
વાસ્તુ શાસ્ત્રમાં રત્નનું વિશેષ મહત્ત્વ છે, જે વ્યક્તિ રત્ન ધારણ કરે છે તેના ગ્રહમાં સુધારો થાય છે. કુંડળીમાં વાસ્તુદોષ દૂર થાય છે. પાણીમાં રત્ન નાખીને નહાવું તે પણ શુભ માનવામાં આવે છે. જેથી વ્યક્તિને આભૂષણની પ્રાપ્તિ થાય છે. પરિવારજનો પાસેથી ઘરેણા ભેટ તરીકે મળશે અથવા ખોવાયેલ દાગીના પરત મળશે.
ઘી
ત્વચા પર નેચરલ ગ્લો આવે તે માટે મહિલાઓ અલગ અલગ ઉપાય કરે છે, તેમ છતાં ત્વચા પર ગ્લો આવતો નથી. જો તમે પણ ત્વચા પર નેચરલ ગ્લો લાવવા માંગો છો તો આ ઉપાય જરૂરથી કરવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાણીમાં ઘી મિશ્ર કરીને નહાવાથી લાભ થાય છે, ગ્રહ મજબૂત થાય છે. ત્વચા સ્વચ્છ થાય છે અને દાગ ધબ્બાની સમસ્યાથી છુટકારો મળે છે.
તલ
વાસ્તુ શાસ્ત્રમાં તલનું વિશેષ મહત્ત્વ છે, જે શુદ્ધ માનવામાં આવે છે. નહાવાના પાણીમાં તલ નાખીને નહાવાથી ભાગ્ય મજબૂત બને છે. તેમના પર વિષ્ણુની વિશેષ કૃપા રહે છે અને પરિવારમાં ખુશીઓનું આગમન થાય છે.