
જયપુર શહેરમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને પ્રશાસન વધુ સતર્ક બન્યું.લખનઉ અગ્નિકાંડ બાદ અનેક કોચિંગ સીલ, ૧૦૦થી વધુ સેન્ટર પર તપાસતમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોચિંગ સંસ્થામાં લાગેલી આગની દુર્ઘટના બાદ સ્થાનિક તંત્રએ શહેરના વિવિધ કોચિંગ સેન્ટરો અને અભ્યાસ કેન્દ્રોમાં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તપાસ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવાનો અને આગ જેવી આપત્તિ દરમિયાન જાનહાનિ ટાળવાનો છે.નગર નિગમ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ અભિયાન દરમિયાન અનેક કોચિંગ સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ બિલ્ડિંગમાં સ્થાપિત અગ્નિશામક સાધનો, ફાયર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એક્ઝિટ, પાણીની સુવિધા તેમજ આગ બુઝાવવા માટેની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું.તપાસ દરમિયાન કેટલીક સંસ્થાઓમાં ગંભીર બેદરકારી સામે આવી હતી. ક્યાંક અગ્નિશામક સાધનો યોગ્ય સ્થિતિમાં નહોતા તો ક્યાંક ઇમરજન્સી બહાર નીકળવાના રસ્તા અવરોધિત જાેવા મળ્યા હતા. કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી સંબંધિત જરૂરી મંજૂરીઓ અને દસ્તાવેજાે પણ ઉપલબ્ધ નહોતા. આ પ્રકારની ખામીઓને ગંભીરતાથી લેતા પ્રશાસને અનેક કોચિંગ સંસ્થાઓ અને લાઇબ્રેરીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.કાર્યવાઈ હેઠળ કાર્તિક કોમ્પિટિશન, અરાવલી ક્લાસીસ, મેડ ગુરુ, રાજસ્થાન જાટ ક્લાસીસ, વીજીપી ક્લાસીસ, એએસપી ક્લાસીસ, ક્લાસ-૨૪, કરિયર વિલ ઑફલાઇન, ઇન્ટરનેશનલ ક્લાસીસ, ગુરુકુલ લાઇબ્રેરી, ડી.એન. ક્લાસીસ, મા સરસ્વતી લાઇબ્રેરી, ડી.એન. લાઇબ્રેરી અને કાર્તિક લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. આ તમામ સંસ્થાઓ સામે ફાયર સેફ્ટી નિયમોમાં ખામીઓ જણાતા તેમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.સુરક્ષા ધોરણોનું પાલન ન કરતી કેટલીક સંસ્થાઓને તાત્કાલિક અસરથી બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી. તંત્રનું માનવું છે કે વિદ્યાર્થીઓના જીવન સાથે કોઈપણ પ્રકારનું જાેખમ સ્વીકારી શકાય નહીં. તેથી નિયમોના ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત અનેક અન્ય કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમને નિર્ધારિત સમયમર્યાદામાં તમામ ખામીઓ દૂર કરીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સૂચના આપવામાં આવી છે. જાે સંસ્થાઓ સમયસર જરૂરી સુધારાઓ નહીં કરે તો તેમના વિરુદ્ધ વધુ કડક કાર્યવાહી થઈ શકે છે.અધિકારીઓએ ખાસ કરીને એ પણ તપાસ્યું કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત છે કે નહીં, અગ્નિશામક સિલિન્ડરની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં અને આપત્તિ સમયે વિદ્યાર્થીઓ ઝડપથી બહાર નીકળી શકે તેવા માર્ગાે ઉપલબ્ધ છે કે નહીં. સાથે જ ફાયર એનઓસી સહિતના દસ્તાવેજાેની પણ ચકાસણી કરવામાં આવી હતી.શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખતા સુરક્ષા વ્યવસ્થાનું મહત્વ વધુ વધી જાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે માત્ર નિયમો બનાવવાથી કામ ચાલતું નથી, પરંતુ તેનું નિયમિત પાલન અને સમયાંતરે તપાસ પણ એટલી જ જરૂરી છે. પ્રશાસનનું આ અભિયાન અન્ય સંસ્થાઓ માટે પણ ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં અને વિદ્યાર્થીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે.





