
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતના વિવિધ શહેરોના વર્ષોથી વસતા અને જેમનો તો જન્મ જ ગુજરાતમાં થયો છે એવા રાજસ્થાની સમાજના પરિવારો વિવિધ વ્યવસાયોમાં આજે વ્યસ્ત થઈને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા સાથે બાળકોને સારું શિક્ષણ આપવા તનતોડ મહેનત કરી રહ્યા છે. એવો રાજસ્થાની સમાજ ધંધામાં જેમાં મુખ્યત્વે ટેક્ષટાઇલ્સ, અનાજ કરિયાણાની દુકાનો, આઇસક્રીમ, ઠંડા પીણા, ભોજનલાય, ચાની હોટેલ થી લઈને મીઠાઇની બ્રાન્ડેડ આઇટમોમાં નામ કાઢી રહ્યો છે.
ત્યારે સ્વાભાવિક છે કે નાની મોટી કરિયાણાની કે આઇસ્ક્રીમ જેવી દુકાનોમાં પરિવારના સભ્યો જ મોટાભાગે કામ કરી દુકાન ચલાવતા હોય છે. આજ નાના મોટા ધંધા માંથી પોતાના સંતાનોને પછી એ છોકરો હોય કે છોકરી એને સારું શિક્ષણ આપવા માટે શિક્ષણનોખર્ચ કાઢવાનો હોય અને આ મોંઘવારીમાં સંતાનોના ખર્ચ કાઢવા ધંધામાં તનતોડ મહેનત કરવી પડતી હોય છે.
આ સમયે સ્વાભાવિક છે કે વેપારીને દુકાન છોડીને માલની ખરીદી કરવા જવું પડે છે. અન્ય વેપારી પાસે ઉધરાણી કરવા પણ જવાનું થતું હોય છે. ત્યારે વેપારીને પોતાની દુકાને પત્ની કે દીકરા, દીકરીને બેસાડીને જવું પડતું હોય છે. અને આ સમયનો લાભ લઈ કેટલાક લેભાગુઓ આવી મહિલાઓની કે જવાન દીકરીઓની એકલતાનો લાભ લઈને કોઈ ને કોઈ ચીજ વસ્તુ ખરીદવાના બહાને વારંવાર આવીને એવી ભલી ભોળી દીકરીઓ કે મહિલાઓ સાથે ઘરોબો કેળવી એમને મીઠી મીઠી અને મોટી મોટી વાતોમાં આંજી નાંખીને એક દિવસ ભગાડી (આમ તો અપહરણ જ કહેવાય) જાય છે. અને પછી કોર્ટ મેરેજ કરી કે લીવ ઇન રિલેશનશીપ( મૈત્રી કરાર) ના નામે પરણિત અને બબ્બે સંતાનોના માતા-પિતા હોવા છતાં બંધાતા લીવ ઇન રિલેશનશીપ(મૈત્રી કરાર) ના સંબંધો તદ્દન ગેરકાયદેસર હોવા
છતાં કેટલાક સામાન્ય જ્ઞાન ધરાવતા વકીલો કે જેમની પ્રેક્ટિસ ના ચાલતી હોય એવા હસ્તક છોકરીના કે મહિલાના પરિવારને કાયદેસર નોટિસ મોકલીને કાયદાની ચુંગાલમાં લઈને હેરાન પરેશાન કરાય છે. જેમાં એવા વકીલો ધ્વારા પોલીસની સાંઠગાંઠમાં આ ખેલ ખેલાતો હોય છે. કેટલાક કેસોમાં તો ભગાડી ગયેલી યુવતીને બે સંતાનો થઈ જતાં તેમજ દસ કે બાર વરસ પસાર થઈ ગયા પછી એના પરિવાર પાસે દરદાગીના તેમજ મિલકત અને ધંધામાં ભાગ માંગીને પરેશાન કરાતા હોય છે. ઉપરાંત કેટલાક કિસ્સાઓમા તો ભગાડી ગયેલી મહિલા કે યુવતીને કોઈ અજાણ્યા સ્થળે ગોંધી રાખીને પરિવારથી સંપર્ક વિહોણી બનાવીને દાબ દબાણ કે અંડરપ્રેશર રાખીને બ્લેકમેલીંગ કરીને તેનું બ્રેઇન વોશ કરીને પરિવાર સાથે સંપર્ક કરવા દેવામાં આવતો નથી. એના કારણે એમના સંતાનો નિરાધાર હાલતમાં તેઓના માતા-પિતા ને ત્યાં છોડી દેવાતા હોય છે. એને કારણે એવા સંતાનોના ભવિષ્ય માટે ઊભા થતાં સવાલો
જેવાકે શિક્ષણ,સંસ્કાર અને એમને મળતા માં-બાપના પ્રેમથી વંચિત રહેવું પડે છે અને એમના બાળમાનસ ઉપર ગંભીર અસર પડતી હોય છે.આખએમની જિંદગી લાવારીસ જેવી બનતા એમના ભવિષ્ય ઉપર સવાલ પેદા થાય છે!
આ રીતે ધંધામાં વ્યસ્ત રહેતો ઘરનો મોભી એકતો મોંઘવારીથી પરેશાન થતો હોય અને બીજી બાજુ આવા સામાન્ય કક્ષાના કહેવાય એવા વકીલો જાત જાતના કાયદાના છીંડાઓમાં પોલીસની મિલીભગતમાં મહિલાઓ અને દીકરીઓને ભગાડી જનારાઓને પ્રોત્સાહન આપતા હોવાથી વેપારી સમાજ એવા રાજસ્થાની સમાજના કેટલાય પરિવારો આજે પોતાના સંતાનો માટે ન્યાય મેળવવા પોલીસ સ્ટેશનોના પગથિયાં આવા વકીલોના પાપે ઘસીને ન્યાયની આશા સેવી રહ્યા છે.
ઉપરાંત આવા વકીલોના પાપે જ કડોદરા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં રૂપિયા ૩૦ લાખ (ત્રીસ લાખ) જેવી મોટી રકમ મિલકત ખરીદ પેટે ચૂકવાયેલી હોવા છતાં અને વેચનાર વ્યક્તિએ પૈસા લીધાની એની પોતાની સહી કરી એની ડાયરી બ વી હોય છતાં પૈસા લેનારો ના પાડતો હોય ત્યારે એ અંગે પણ આવા જૂઠા માણસોની તરફેણમાં સામાન્ય કક્ષાના વકીલો ઊભા રહીને પોલીસની સાંઠગાંઠમાં મિલકત ખરીદનારને અન્યાય પહોંચાડવા તનતોડ મહેનત કરતાં હોય છે.
એટલું જ નહીં પરંતુ મિલકત ખરીદનાર અને રૂપિયા ૩૦ લાખ જેવી માતબર રકમ ચુક્વનાર ફરિયાદીએઆપેલી ડાયરીને FSLમાં મોકલાવનાર પોલીસ બબ્બે વરસથી FSLનો રિપોર્ટ પણ નથી આપતી જેની પાછળ આવા વકીલોનું જ કારસ્તાન હોવાથી મહેનતુ અને ધંધામાં વ્યસ્ત રાજસ્થાની સમાજ આવા વકીલોના કારણે હેરાન પરેશાન થઈ રહ્યો છે ત્યારે ન્યાયની આશા કોની પાસે રાખવી.





