
ફિલ્મ આડે અનેક કાનૂની અને વ્યક્તિગત અવરોધો છે.હેરાફેરી થ્રી સાથે મારે લેવાદેવા નથી, ફિલ્મનું ભાવિ અનિશ્ચિત: પ્રિયદર્શન.૨૦૦૦ની સાલમાં આવેલી ‘હેરાફેરી’નું ર્નિદેશન પ્રિયદર્શને કર્યું હતું. એ પછી ૨૦૦૬માં આવેલી ફિર ‘હેરાફેરી’નું ર્નિદેશન નીરજ વોરાએ કર્યું હતું.ફિલ્મ ર્નિદેશક પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે તેઓ ‘હેરાફેરી થ્રી’ સાથે કોઇ રીતે સંકળાયેલાં નથી અને કાનૂની વિવાદો તથા અન્ય બાબતો જાેતાં આ ફિલ્મ બનશે કે કેમ તે અનિશ્ચિત છે. જાે કે , નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ જણાવ્યું હતું કે ફિલ્મની યોજના યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.એક મુલાકાતમાં નિર્માતા ફિરોઝ નડિયાદવાલાએ પ્રિયદર્ષન વિશેની અટકળો અંગે જણાવ્યું હતું કે પ્રિયદર્શન ફિલ્મ સાથે સંકળાયેલા નથી. પણ ફિલ્મ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. પણ તેમણે ફિલ્મના શૂટિંગ અને તેને રજૂ કરવાની તારીખ વિશે કશું જણાવ્યું નહોતું. દરમ્યાન પ્રિયદર્શને જણાવ્યું હતું કે ફિરોઝ જે કહે છે તે સાચું છે. હું હાલ ‘હેરાફેરી થ્રી’ સાથે સંકળાયેલો નથી. પણ મારી જાણ મુજબ કાનુની અવરોધો અને અંગત સમસ્યાઓને કારણે ‘હેરાફેરી થ્રી’ કદી બનીને રજૂ થઇ શકશે નહીં. હું તેની સાથે સંકળાયેલો હોઉં કે નહીં તેનું કશું મહત્વ નથી.૨૦૦૦ની સાલમાં આવેલી ‘હેરાફેરી’નું ર્નિદેશન પ્રિયદર્શને કર્યું હતું. એ પછી ૨૦૦૬માં આવેલી ફિર ‘હેરાફેરી’નું ર્નિદેશન નીરજ વોરાએ કર્યું હતું જ્યારે ૨૦૧૮માં ‘હેરાફેરી થ્રી’ના ર્નિદેશક તરીકે ઇન્દ્ર કુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી.પણ બાદમાં તે પ્રોજેક્ટમાંથી નીકળી ગયા હતા. તે પછી અટકળો ચાલી હતી કે પ્રિયદર્શન ‘હેરાફેરી થ્રી’નું ર્નિદેશન કરવા પાછાં ફરશે. પણ હવે કશું નક્કી જણાતું નથી.





