
અલગ-અલગ કોમેડી શૈલી વિશે અર્શદ વારસીએ વાત કરી ‘હું ગોલમાલમાં સર્કિટ ન બની શકું’- અર્શદ વારસી દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી અર્શદ વારસી માટે આ ઉનાળો અત્યંત વ્યસ્ત સાબિત થઈ રહ્યો છે. તેની ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે, જ્યારે ૩ જુલાઈએ વેબ સિરીઝ ‘પ્રિતમ એન્ડ પેદ્રો’ અને ૧૦ જુલાઈએ ‘ધમાલ ૪’ દર્શકો સમક્ષ આવશે. સતત ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટ્સ વચ્ચે અર્શદે જણાવ્યું કે દરેક ફિલ્મની કોમેડીની શૈલી એકબીજાથી સંપૂર્ણપણે જુદી હોય છે અને એક પાત્રને બીજી ફિલ્મમાં લઈ જવું શક્ય નથી.એક ખાસ મુલાકાત દરમિયાન અર્શદ વારસીએ કહ્યું કે ‘વેલકમ’ અને ‘ધમાલ’ સિરીઝની કોમેડીમાં ઘણી સમાનતા છે, પરંતુ ‘ગોલમાલ’ની દુનિયા સંપૂર્ણપણે અલગ છે. તેણે જણાવ્યું, “જાે હું ‘વેલકમ’ અને ‘ધમાલ’ની વાત કરું તો બંને લગભગ એક જ પ્રકારની કોમેડી છે. પરંતુ ‘ગોલમાલ’ના પાત્રો ખૂબ જ વિશિષ્ટ છે. તેમની બોલવાની રીત, વર્તન અને હાસ્ય રજૂ કરવાની શૈલી સંપૂર્ણપણે અલગ છે.”અર્શદે પોતાના લોકપ્રિય પાત્ર સર્કિટનું ઉદાહરણ આપતાં કહ્યું કે દરેક ફિલ્મનું પોતાનું અલગ વિશ્વ હોય છે. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “હું ‘ગોલમાલ’માં સર્કિટ ન બની શકું. એ પાત્ર ત્યાં બિલકુલ બંધબેસતું નથી. તેની ડાયલોગ ડિલિવરી, વિચારસરણી અને હાસ્યની સંવેદના ગોલમાલની દુનિયા સાથે મેળ ખાતી નથી.” તેના મતે, સફળ કોમેડી માત્ર રમૂજી સંવાદોથી નહીં, પરંતુ ફિલ્મની સમગ્ર શૈલી અને પાત્રોની રચનાથી સર્જાય છે.અરશદ વારસીએ ફિલ્મમેકર રાજકુમાર હિરાનીની કોમેડી શૈલીને અન્ય તમામ ફિલ્મથી અલગ ગણાવી હતી. તેણે કહ્યું, “રાજુ હિરાનીની કોમેડી અન્ય ફિલ્મો જેવી નથી. તેમની ફિલ્મો ખૂબ જ સહજ, વાસ્તવિક અને માનવીય હોય છે. તેમની ફિલ્મના કોઈપણ દૃશ્યને જાે ગંભીર ડ્રામા તરીકે પણ ફિલ્માવવામાં આવે તો તે એટલું જ અસરકારક લાગશે. પરંતુ તેઓ એ જ દૃશ્યમાં સૂક્ષ્મ રીતે હાસ્ય ઉમેરે છે.”અર્શદે વધુમાં જણાવ્યું કે તેની આગામી વેબ સિરીઝ પ્રિતમ એન્ડ પેદ્રોમાં પણ આ જ પ્રકારનું હાસ્ય જાેવા મળશે. તેણે કહ્યું કે ગંભીર લૂંટ જેવી ઘટના ચાલી રહી હોય છતાં દર્શકોના ચહેરા પર સ્મિત આવી જાય, કારણ કે તેમાં બનતી નાની-નાની વાસ્તવિક અને રમૂજી ઘટનાઓ કોમેડી સર્જે છે.‘લગે રહો મુન્નાભાઈ’ના શૂટિંગ દરમિયાન બનેલો એક રસપ્રદ કિસ્સો પણ સામે આવ્યો. ટ્રેલર લોન્ચ દરમિયાન રાજકુમાર હિરાનીએ યાદ કર્યું કે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ પછી ત્રણ વર્ષ બાદ જ્યારે ‘લગે રહો મુન્નાભાઈ’નું શૂટિંગ શરૂ થયું ત્યારે અર્શદના અભિનયમાં તેમને ‘સર્કિટ’ દેખાયો જ નહીં.હિરાનીએ અરશદને કહ્યું, “સર્કિટ જેવી ફીલ નથી આવતી, કંઈક અલગ લાગે છે.”આ પછી અરશદ પોતાની વેનિટી વેનમાં ગયા, ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ની ડીવીડી ચલાવી લગભગ અડધો કલાક પોતાનું જૂનું પાત્ર જાેયું અને ત્યારબાદ સેટ પર પાછા આવીને ફરીથી સર્કિટના અંદાજમાં અભિનય કર્યાે.આ ઘટનાને યાદ કરતાં અરશદે કહ્યું, “હું હંમેશા આ રીતે કામ કરું છું. એક પાત્ર પૂર્ણ થયા પછી હું તેને સંપૂર્ણપણે ભૂલી જાઉં છું, જેથી આગામી પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી શકું.”અર્શદ વારસીની આગામી વેબ સિરીઝ પ્રિતમ એન્ડ પેદ્રોનું ડિરેક્શન અવિનાશ અરુણે કર્યું છે, જ્યારે તેનું નિર્માણ રાજકુમાર હિરાનીએ કર્યું છે.આ સિરીઝમાં અર્શદ પેડ્રો ગોન્સાલ્વિસ નામના અનુભવી ગોવા પોલીસ અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે, જે આધુનિક ટેન્કોલોજીથી દૂર રહે છે. પરિસ્થિતિ એવી બને છે કે તેને એક યુવા સાયબર એક્સપર્ટ સાથે મળીને કામ કરવું પડે છે. આ યુવા પાત્રમાં વિર હિરાની જાેવા મળશે.





