(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે સોનમ વાંગચુકની અનિશ્ચિત ભૂખ હળતાળનો ૧૯ મો દિવસ છે. અને તેમના બગડતા સ્વાસ્થય અંગે ચિંતાઓ વધી ગઈ છે. દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હળતાળ પર રહેલા વાંગચૂકે હવે સમર્થન અને પોતાનો જીવ બચાવવા માટે દિલ્હી હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે.
દિલ્હી હાઇકોર્ટે અરજી સ્વીકારી છે. ટેકનિકલ કારણોસર કાલે બુધવાર,૧૫ જુલાઇ ના રોજ સુનાવણી થઈ શકી નથી. જોકે, કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે.આ મામલાની સુનાવણી આવતીકાલે થવાની અપેક્ષા છે. અરજીમાં જણાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ:- બે દિવસમાં મૃત્યુનું જોખમ. કાર્યકર્તા અને વકીલ રાકેશ કુમાર સૈની ધ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો અત્યંત નાજુક બની ગઈ છે. જો ભૂખ હળતાળ ચાલુ રહે તો આગામી બે દિવસમાં તેમનું મૃત્યુ થઈ શકે છે. ૮.૫ કિલો વજન ઘટાડવું: આંદોલનના આયોજકોના જણાવ્યા અનુસાર,૨૮મી જૂનથી શરૂ થયેલા ઉપવાસ પછી સોનમ વાંગચૂકે આશરે ૮.૫ કિલો વજન ઘટી ગયું છે.
બળજબરીથી ખોરાક આપવાની માંગ: અરજીમાં દલીલ કરવામાં આવી છે કે વાંગચુકનો જીવ બચાવવો આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, તેમની ઈચ્છા વિરુધ્ધ પણ તેમને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા જોઈએ. અને નસમાં ( ૧ જ) ટ્યૂબ ધ્વારા જરૂરી પોષક તત્વો, વિટામિન અને ખનિજો આપવામાં આવે. અરજીમાં કહેવામા આવ્યું છે કે , જો તેમને કંઈ થાય તો તે દેશ અને વિશ્વ માટે ખૂબ જ શરમજનક બાબત હશે.
સરકાર સામે ગંભીર આરોપો PILમાં સરકાર પર પોતાની જવાબદારીથી છટકી જવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજદારે જણાવ્યુ છે કે સરકાર વાંગચુક સાથે એવું વર્તન કરી રહી છે જાણેકે તે “કટ્ટર ગુનેગાર,આંતકવાદી અથવા દેશઢ્રોહી” હોય અને વહીવટી તંત્ર તેમના સ્વાસ્થયની ચિંતા કરતું નથી. અરજીમાં જણાવાયુ છે કે શાંતિપૂર્ણ વિરોધ અને ભૂખ હળતાળ એ નાગરિકોનો લોકશાહી અધિકાર છે.





