(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આજે જે પ્રમાણે પોલીસ વિવાદોમાં સપડાઈ રહીને જન માનસમાં એક અલગ પ્રકારના ડરથી અંકિત થઈ રહી છે. એ વાત આજથી બરાબર ૬૫ વર્ષ પહેલા એટલેકે સને ૧૯૬૧ ના એક કેસમાં ભારતીય પોલીસ ગેરબંધારણીય, ગેરકાયદેસર અથવા અસંસ્કારી રીતે વર્તે છે. ત્યારે સરકાર વિરુદ્ધ મોહમ્મદ નઇમના કેસમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા પ્રખ્યાત કવિ અને અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આનંદ નારાયણ મુલ્લાએ ૧૯૬૧ માં ભારતીય પોલીસ વ્યવસ્થા પર એક ટીકાત્મક આદેશ લખ્યો હતો. જેનો પડઘો આજે પણ ગુંજતો રહ્યો છે.
આ બાબતે પત્રકાર અરુણકુમાર ત્રિપાઠીનું યુપી, બિહાર અને પંજાબના પોલીસ દમન અને કાયદેસર વર્તનનું વિશ્લેષણ છે. જ્યારે જસ્ટિસ આનંદ નારાયણ મુલ્લાની ઐતિહાસિક ચેતવણી આજે પણ શા માટે પ્રાસંગિક છે એ વાંચવું જ રહ્યું.
આ અંગે વધુમાં હાઇકોર્ટના ભૂતપૂર્વ જજ આનંદ નારાયણ મુલ્લા લખે છે કે " સમગ્ર દેશમાં કોઈપણ અંધેર જૂથ એવું નથી જેનો ગુનાહિત રેકોર્ડ સંગઠિત દળ જે આપણે ભારતીય પોલીસ દળ કહીએ છીએ તેની નજીક આવે છે." તેમણે (જજે) પછી ઉમેર્યું, " જો હું માનતો હોત કે હું મારા પોતાના પ્રયાસો દ્વારા આ ગંદકી ,પોલીસ દળ સાફ કરી શકુ છું, તો હું મારી લડાઈ ચાલુ રાખવામાં ડરતો નહીં."પરંતુ આ આદેશ પછી જજે (તેમણે) ટિપ્પણી કરી , " જો હું ઘણીવાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ટીપ્પણીઓ કરું છું મને ખબર નથી કે આ ટિપ્પણીએ વધુ ધ્યાન કેમ ખેંચ્યું? આ એ પણ સૂચવે છે કે મારે ટિપ્પણીઓના આધારે કોઈ સુધારો કરવામાં આવતો નથી. આજે ૬૫ વર્ષ પછી એવું લાગે છે કે ભારતીય પોલીસની સ્થિતી વધુ ચિંતાજનક બની ગઈ છે. અથવા તો સમાજ વધુને વધુ અસંવેદનશીલ બન્યો છે. એક પણ નિવેદન ભૂલી જાઓ, પોલીસના વર્તનના સેકડો વિડીયો પોસ્ટ કરવામાં આવે છે અને વાયરલ થાય છે છતાં પોલીસના પાત્રમાં કોઈ સુધારો સ્પષ્ટ દેખાતો નથી.





