ફિલ્મમેકરે કર્યાે ખુલાસો અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા પછી કરિશ્મા કપૂરે શું કર્યું હતું? કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષાેથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે
બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મક્ષેત્રે પણ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ફિલ્મ સાથે તેઓ અંગત જીવનમાં પણ ખૂબ ચર્ચામા રહે છે. અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરે શું કર્યું હતું તે અંગે ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને મોટો ખુલાસો કર્યાે છે. ફિલ્મમેકર સુનિલ દર્શને એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડના ચર્ચિત બ્રેકઅપમાંથી એક વિશે વાત કરતા જણાવ્યું હતું કે જયારે અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ત્યારે તે કરિશ્માના ઘરે જ હાજર હતા. તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે મને ક્યારેય સમજાયું જ નહીં કે આ ઘટના બાદ ઝડપથી કરિશ્માએ બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. એક ઇન્ટરવ્યૂની વાતચીત દરમિયાન સુનિલ દર્શને યાદ કર્યું હતું કે કરિશ્માના જીવનના એ સમયમાં તે તેમના ખૂબ નજીક રહ્યા હતા. ‘જાનવર’, ‘હા મેને ભી પ્યાર કિયા’, ‘એક રિશ્તા: ધ બોન્ડ ઓફ લવ’ જેવી ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું, દર્શને કહ્યું કે તેણે અભિષેક સાથે કરિશ્માના સબંધોને સમય સાથે આગળ વધતા જાેયું હતું. દર્શનના જણાવ્યા અનુસાર જયારે ‘હા મેને ભી પ્યાર કિયા’ ફિલ્મની તૈયારી થઈ રહી હતી. ત્યાં સુધીમા આ કપલ લગ્ન કરવાનું નક્કી કરી ચુક્યુ હતું. તેણે કહ્યું કે ‘તેમનો સબંધ ‘એક સબંધ’ શરૂ થતા પહેલા જ બની ગયો હતો અને સમય સાથે વધુ ગાઢ બની ગયો હતો. જયારે મેં ‘હા મૈંને ભી પ્યાર કિયા’ ફિલ્મની તૈયારી કરી, ત્યારે એવું નક્કી થઈ ગયું હતું કે તેઓ પરણશે. તેઓ એક આકર્ષક જાેડી હતા. અમિતાભ બચ્ચનના દીકરા અને રાજ કપૂરની પૌત્રી અજીબ વાત એ છે કે તેમની સાથે કામ કરવા માટે થઈને મેં ‘હા મેને ભી પ્યાર કિયા’ ફિલ્મ લખી હતી.’ દર્શને તે દિવસને યાદ કર્યાે જયારે તેની સગાઈ તૂટી હતી. તેણે કહ્યું કે ‘સંયોગથી જયારે સગાઈ તૂટી ત્યારે હું કરિશ્માના ઘરે જ હાજર હતો. દુ:ખ છે કે તેમના લગ્ન ન થયા. મને નથી લાગતું કે ત્યારબાદ જે પ્રતિક્રિયા થઇ કે જે ભાવનાત્મક ઉથલપાથલ મચી, તે કોઈ સમજી શકે છે ત્યાર બાદ તે નવા વર્ષની ઉજવણી કરવા માટે બેંગકોક જતી રહી અને મને અચાનક ખબર પડી કે તે સંજય સાથે લગ્ન કરવાની છે. મને આર્નિણય સમજાયો નહોતો.’ કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષાેથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ લોકોનું એવું માનવું છે કે તેના માટે કોઈને દોષી માનવું જાેઈએ નહીં. તેણે કહ્યું કે સબંધો જટિલ હોય છે, બહારના લોકો ક્યારેય બે લોકો વચ્ચેના છૂટા પડ્યાના તણાવને સમજી શકતા નથી. તેણે કહ્યું કે ‘લોકો બબીતાજી, જયાજી, કરિશ્મા કે અભિષેકને દોષ આપે છે, પરંતુ મને લાગે છે કે આ વાતો ભાગ્ય પર છોડવી જાેઈએ. તેમનો સબંધ ઘણા ઉત્તર-ચઢાવવાળો રહ્યો હતો.





