રોડની બાજુમાં ચાલવા જગ્યા ફાળવવા કેન્દ્રને આદેશ દેશભરમાં તમામ રોડની બાજુમાં ફૂટપાથ દબાણ મૂક્ત કરો : સુપ્રીમ લોકો ફૂટપાથ પર ભયથી મૂક્ત રહીને ચાલી શકે તેવી વ્યવસ્થા કરો, સુપ્રીમે કેન્દ્રને યોગ્ય પગલાં માટે બે સપ્તાહનો સમય આપ્યો
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે દેશમાં તમામ મહત્વના રોડ દબાણ મૂક્ત હોવા જાેઇએ, નાગરિકોને ચાલવા માટે રોડની બાજુમાં જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં પણ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં પણ રોડ હોય ચાલવા માટે અલગથી જગ્યા ફાળવવી પણ જરૂરી છે. પગપાળા ચાલનારાઓ ભયમૂક્ત બનીને ચાલી શકે તેવી વ્યવસ્થા જરૂરી છે.સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે નાગરિકો મૂક્ત રીતે ચાલી શકે તે માટે રોડ આસપાસ જગ્યા ફાળવવામાં આવે અને આ જગ્યા પર કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની તકેદારી રાખવામાં આવે. કેન્દ્ર સરકારને આદેશ આપતા સુપ્રીમે કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓને જણાવવામાં આવે કે તેઓ પગપાળા ચાલવા માટેની જગ્યાને દબાણ મૂક્ત રાખે. સાથે જ આવી જગ્યાને મુખ્ય રોડથી અલગ રાખવામાં આવે.સુપ્રીમની બેંચે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું હતું કે કોઇ મોટા રોકાણ કે કન્સ્ટ્રક્શન વગર આ આદેશનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે. જ્યાં પણ રોડ હોય ત્યાં લોકોના ચાલવા માટેની જગ્યા પણ હોવી જાેઇએ, આ જગ્યાને રોડથી અલગ રાખવા માટે પણ પગલા લેવામાં આવે સાથે જ કોઇ પણ પ્રકારનું દબાણ ના થાય તેની પણ તકેદારી રાખવામાં આવે. પગપાળા ચાલનારાઓને એ ભરોસો હોવો જાેઇએ કે તેઓ સુરક્ષીત છે. આ મામલે હવે બે સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે.





