નડ્ડા સાથેની બેઠક અંગે સોનમ વાંગચુકનો ધડાકો ‘નેતાઓ પરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે’: સોનમ વાંગચૂક સોનમ વિપક્ષ અને વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાના અનશન છોડવા માગતા હતા, પરંતુ મંત્રીઓની મુલાકાતે તેમનો પ્લાન બગાડી નાખ્યો
નીટ પેપર લીક સામે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે અનશન કર્યું હતું ૨૬ દિવસ પછી ગુરુગ્રામની એક હોસ્પિટલમાં પોતાના અનશન તોડ્યા હતા. તેમણે અનશન તોડવાની સમગ્ર વાર્તા હવે ખૂલીને જણાવી છે. જેમાં તેમણે કેન્દ્રીય મંત્રીઓ પર વચન તોડવાનો આરોપ લગાવ્યો છે. સોનમે કહ્યું છે કે તેઓ સરકાર, વિપક્ષ અને વિદ્યાર્થીઓ સાથે મળીને પોતાના અનશન છોડવા માગતા હતા, પરંતુ મંત્રીઓની મુલાકાતે તેમનો પ્લાન બગાડી નાખ્યો.લદાખમાં એવો રિવાજ છે કે પ્રદર્શનકારીઓની માંગણીઓ સ્વીકાર્યા પછી સરકારી પ્રતિનિધિઓ વિરોધ-પ્રદર્શન દરમિયાન રાખવામાં આવેલા ઉપવાસને સમાપ્ત કરવા માટે જ્યુસ અથવા સૂપ આપે છે. જાે કે તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ક્ષણને માત્ર સત્તાધારી પક્ષ સાથે જાેડાયેલા કાર્યક્રમ તરીકે દર્શાવવી જાેઈએ નહીં. તેમણે કહ્યું-’મેં તેમને કહ્યું હતું કે હું ઈચ્છું છું કે આમાં બીજી રાજકીય પાર્ટીઓના સભ્યો, તેમના નેતાઓ અને વિદ્યાર્થી નેતાઓ પણ સામેલ થાય. હું ઈચ્છતો હતો કે આ એક સંયુક્ત કાર્યક્રમ હોય.’સોનમ વાંગચુકને મળવા માટે મંત્રીઓ રાત્રે પહોંચ્યા હતા. તેમણે એવી શરત મૂકી હતી કે, ‘હું મારું અનશન તો તોડી દઈશ, પરંતુ તેના ન્યૂઝ મારી શરતો પર જાહેર કરવામાં આવશે, જેમાં વિપક્ષના નેતાઓ અને જાે શક્ય હોય તો વિદ્યાર્થી નેતાઓની તસવીરો પણ સાથે હોય, જેથી આ એક સંયુક્ત પ્રયાસ લાગે.’સોનમ મુજબ મંત્રીઓ આ પ્રસ્તાવ પર સંમત થયા હતા અને બેઠકમાં હાજર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના વરિષ્ઠ અધિકારીઓને આ કરારના સાક્ષી બનાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું- ‘મેં IB અધિકારીઓને કહ્યું, તમે આ કરારના સાક્ષી છો. જ્યાં સુધી હું તમામ પક્ષોની હાજરીમાં આ સમાચાર સાર્વજનિક ન કરી દઉં, ત્યાં સુધી કોઈ પણ મીડિયાને તસવીરો આપશે નહીં.’ તેઓ સંમત થયા અને તેમણે વચન આપ્યું. પરંતુ આ વચન થોડી જ મિનિટોમાં તૂટી ગયું.સોનમે કહ્યું- હું બીજી પાર્ટીઓના નેતાઓની તસવીરો લેવાની રાહ જાેઈ રહ્યો હતો. પાંચ મિનિટની અંદર, એક સિનિયર IB ઓફિસર શ્વાસ ચડી ગયેલી હાલતમાં આવ્યો અને બોલ્યો, ‘સર, મને નથી ખબર કેવી રીતે, પણ આ તસવીરો પહેલેથી જ ટેલિવિઝન ચેનલો પર ચાલી રહી છે. નેતાઓ પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો હતો’





