નેવુના દાયકાની યાદો ફરી તાજી થશે અનિલ કપૂર અને મનીષા કોઇરાલાની ક્લાસિક ફિલ્મ થિયેટર્સમાં ફરી રિલીઝ થશે ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવી રિલીઝ થઈ હતી. એ સમયે આ ફિલ્મ પોતાના શાનદાર સંગીત માટે સૌથી વધારે ચર્ચામાં હતી
મુંબઈ: અનિલ કપૂર અને મનિશા કોઈલારાની ફિલ્મ ‘૧૯૪૨ લવસ્ટોરી’ ફરી સિનેમાઘરમાં જાેવા મળશે. આ ફિલ્મને રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૯૦ના દાયકાની આ ફિલ્મ હજુ પણ એક આખા વર્ગની સૌથી ગમતી ફિલ્મ પૈકીની એક છે. ફિલ્મના ગીત અને સંગીત આજે પણ ઘણાય લોકોને એ ૯૦નો દાયકો યાદ અપાવી રહ્યા છે. આ ફિલ્મ હવે હાઈરિઝોલ્યુશન સાથે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. એ સમયે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી એ સમયે આ ફિલ્મને ખાસ કોઈ રિસપોન્સ મળ્યો નહોતો. પણ જે દર્શકોએ આ ફિલ્મ જાેઈ હતી તેમણે આ ફિલ્મને ખરેખર વખાણી હતી. લવસ્ટોરીનો ફ્લેવર આ ફિલ્મમાં ફીલ કર્યાે હતો. અનિક કપૂરની આ ફિલ્મ 8K રિઝોલ્યુશન સાથે સિનેમાઘરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને ૯૦ના દાયકાનો ચાહકવર્ગ ખૂબ જ ઉત્સાહી છે. આ એક પોએટ્રિક રોમેન્ટિક ફિલ્મ હતી. ફિલ્મના ડાયલોગ્સ પણ લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યા હતા. આ ફિલ્મમાં અંતિમવાર જાણીતા સંગીતકાર આર. ડી. બર્મને સંગીત આપ્યું છે. આ સમયગાળા બાદ એમનું નિધન થઈ ગયું હતું. આ ફિલ્મ ૨૧ ઓગસ્ટના થિયેટર્સમાં આવી રહી છે. NH સ્ટુડિયોએ આ અંગે જાહેરાત કરી દીધી છે. મુંબઈથી રી-રિલીઝ થનારી આ ફિલ્મ ફરી એકવાર ૯૦નો દાયકો યાદ અપાવી દેશે. ૩ દાયકા બાદ ફરીવાર આ ફિલ્મ સિનેમાઘરમાં આવી રહી છે. મેકર્સને આશા છે કે, આ વખતે ફિલ્મ સારૂ કમાઈને આપશે. પહેલા કરતા વધારે સ્ક્રિન અને રિઝોલ્યુશન ફિલ્મને મળી રહ્યા છે. ખાસ કરીને આ ફિલ્મની સાઉન્ડ ક્વોલિટીને માણવાની નવી તક દર્શકોને મળી રહી છે. આ ફિલ્મ વર્ષ ૧૯૯૪માં આવી રિલીઝ થઈ હતી. એ સમયે આ ફિલ્મ પોતાના શાનદાર સંગીત માટે સૌથી વધારે ચર્ચામાં હતી. ખાસ કરીને હવે ‘એક લડકી કો દેખા તો’ ગીતને નવા અંદાજ અને સંગીતના વધારે ક્લિયર સ્વર સાથે સાંભળવા મળશે. ૫ કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ માત્ર ૭ કરોડ જેટલું જ ક્લેક્શન કરી શકી હતી. એ સમયે ફ્લોપ સાબિત થઈ હતી પણ ગીતના કારણે સૌથી વધારે ચર્ચામાં રહી હતી. ખાસ કરીને આર. ડી. બર્મનદાનું સંગીત સાંભળવા માટે જ લોકો થિયેટર્સ સુધી જતા હતા. પણ ફિલ્મની સ્ટોરી અને ળેમ જાેઈને દર્શકો વખાણ કરતા હતા. રી રિલીઝ કરતા આ ફિલ્મ હવે કેટલું ક્લેક્શન કરે છે એના પર સૌની નજર રહેલી છે.





