સંજય લીલા ભણશાલીએ એડિટ થયેલા ફૂટેજની સમીક્ષા કર્યા પછી લવ એન્ડ વોરમાં વેઠ ઉતર્યાનું જણાતાં કેટલાંક દ્રશ્યોનું રીશૂટ રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત ‘લવ એન્ડ વોર’ ૨૦૨૭માં રિલીઝ થવા નિર્ધારીત રણબીર અને આલિયાની ફિલ્મ ‘લવ એન્ડ વોર’નાં કેટલાંક દ્રશ્યોમાં વેઠ ઉતરી હોવાનો અહેસાસ થતાં હવે સંજય લીલા ભણશાલીએ કેટલાંક દ્રશ્યોનું ફરીથી શૂટિંગ હાથ ધર્યું હોવાનું કહેવાય છે. ફિલ્મનું શૂટિંગ ઓલરેડી લંબાઈ ચૂક્યું છે અને તેના કારણે ફિલ્મની રીલિઝ પણ પાછી ઠેલવી પડી છે. તેમાં હવે વધુ એક સપ્તાહનું રીશૂટ શરુ થયું છે.સંજય લીલા ભણશાલીએ એડિટ થયેલા ફૂટેજની સમીક્ષા કર્યા પછી યુદ્ધના મહત્વના દ્રશ્યો વધુ અસરકારક બનાવવા ફિલ્મનુું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. ફિલ્મનું મુખ્ય શૂટિંગ ત્રણ અઠવાડિયા અગાઉ જ પૂરુ થઈ ગયું હોવા છતાં ભણસાલીને યુદ્ધના કેટલાક હિસ્સાને સારી રીતે ફિલ્માવી શકાયા હોત તેવું જણાયંો છે. વધારાનું શૂટ ગોરેગાંવમાં વેલકમ મેદાન ખાતે થઈ રહ્યું છે. આ રીશૂટ એક અઠવાડિયું ચાલશે. અગાઉ ભણશાલીએ ફિલ્મમાં એક નવું ગીત ઉમેરવાનું નક્કી કર્યુું હતુું. જાેકે, હવે તે ઉમેરાશે કે કેમ તે અનિશ્ચિત બન્યું છે.રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ અભિનિત ‘લવ એન્ડ વોર’ ૨૦૨૭માં રિલીઝ થવા નિર્ધારીત છે. ફિલ્મનો પ્લોટ ચિવટથી ગોપનીય રખાયો છે, પણ યુદ્ધના દ્રશ્યો પર ફરીથી ધ્યાન અપાઈ રહ્યું હોવાથી મોટા પાયાના તમાશા સાથે ભાવનાત્મક આત્મીયતાનું સંતુલન કરવાની ભણસાલીની મહત્વાકાંક્ષા છતી થાય છે. આ પ્રોજેક્ટ પછી રણીબીર અને આલિયા બંનેની મહત્વની ફિલ્મો પણ રજૂ થવાની સંભાવના છે.




