(છગનલાલ મેવાડા ધ્વારા)સુરત
ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ ની એક અગત્યની મિટિંગ સુરત ઓપેરા હાઉસ ખાતે પંદરમી ઓગષ્ટ 2026 ના પાવન દિવસે સાંજના 4 કલાકે વાલ્મિકી સમાજના સિનિયર એડવોકેટ અને ઉધોગપતિ શ્રી ડી સી સોલંકી સાહેબ અંકલેશ્વર ના પ્રમુખ સ્થાને યોજવામાં આવી હતી.મીટીંગ ની શરૂઆત માં દેશ ભક્તિના ગીત વંદેમાતરમ થી મીટીંગ ની શરૂઆત કરવામાં આવી હતી.વાલ્મિકી સમાજના આર્થિક સામાજિક શૈક્ષણિક વૈદકીય બેરોજગારી શારીરિક શોષણ વિગેરે પ્રશ્નો ની ચર્ચા વિચારણા અને તેના ઉપાય અંગે ચર્ચા કરવામાં આવી હતી.સફાઈ કામની કોન્ટ્રાક્ટ પ્રથા જેના થકી વાલ્મિકી સમાજનું આર્થિક અને શારીરિક શોષણ થાય છે તે બંધ કરવા રાજ્ય સરકાર ને ઠરાવ કરી વિનંતી કરવામાં આવેલ છે. કોન્ટ્રાક્ટ પ્રથાથી વાલ્મિકી સમાજ ના જીવન જીવવા પર ભયંકર તરાપ લાગી છે આઠ નવ હજાર રૂપિયા માં ઘર ચલાવવું બાળકો ના મોંઘા શિક્ષણ અને સામાજિક રીતે રિવાજો કઇ રીતે પૂરા કરવા તે મોટો પ્રશ્ન છે.વાલ્મિકી સમાજ ને મોટાભાગે શીખ અને સલાહ આપવામાં આવેછે કે બાળકોને ભણાવો કોઈ અમને સમજાવશે કે આઠ નવ હજાર માં અમે બે અને અમારા બે માડ જીવતા હોય ત્યારે અમારા છોકરા છોકરી ને ડોકટર કે એન્જિનિયર બનાવવા માટે અમારી પાસે શું વિકલ્પ છે? મોંઘા ટ્યુશન કેવી રીતે પોષાય? હોલ કોઈ ટ્યુશન વગર ડોકટર કે એન્જિનિયર બનવું શક્ય છે.સફાઈ કામદાર તરીકે પૂરો પગાર મળતો ત્યારે સાદાઈ થી જીવી બાળકોને અભ્યાસ કરાવી શકતા હતાં હવે પૂરો પગાર જ ના મળે ત્યારે અમારું અને અમારા બાળકોનું કેમ ગુજરાન ચાલે છે તે કોઈ વિચારે છે ખરા? અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે ગુજરાત રાજ્ય માંથી કર્મચારીઓનું કોન્ટ્રાક્ટ પ્રથા થી શોષણ થાય છે તે કોન્ટ્રાક્ટ પ્રથા તાકીદે બંધ કરો. શશીકાંત સોલંકીએ શહેરના દરેક મહોલ્લા ફરી મીટીંગો કરી સમાજને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો.એડવોકેટ બીપીનભાઈ રાઠોડ તાલુકા અને જિલ્લા મથકોએ સમાજ ની મીટીંગ કરી સમાજને સંગઠિત કરવા અને જાહેર સંમેલનો કરવા અપીલ કરી હતી જે અપીલ સ્વીકારવામાં આવી હતી.ગુજરાત પ્રદેશ વાલ્મિકી સમાજ ના પ્રમુખ ભાઈલાલ વૈષ્ણવે જણાવ્યું હતુકે દેશ ની આઝાદીની લડતમાં નામી અનામી વીર સપૂતોએ બલિદાન આપ્યા છે ત્યારે આપણે આઝાદ થયા છે એટલે આઝાદી નું મહત્વ સમજવું જોઈએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ બતાવેલા સત્ય અને અહિંસા ના માર્ગે ચાલી સમાજના દબાયેલા કચડાયેલા સક્ષમ થાય તે માટે એ સમાજને જરૂરી સાથ સહકાર અને સહયોગ કરવો જોઈએ. વાલ્મિકી સમાજમાં જન જાગૃતિ લાવવા અને સમાજ ને સંગઠિત કરવાના ભાગ રૂપે તારીખ 25/10/2026નારોજ સુરત ખાતે વાલ્મિકી સમાજનું વિશાળ બિન રાજકીય સમલેન સુરત ખાતે યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. પ્રમુખ સ્થાને સંબોધતા એડવોકેટ શ્રી ડી સી સોલંકીએ જણાવ્યું હતું કે સમાજમાં જ્યાં સુધી શિક્ષણ નું સ્તર ઊંચું નહીં આવે ત્યાં સુધી સમાજ નો વિકાસ શક્ય નથી.સમાજમાં ઉચ્ચ શિક્ષણ વધે અને સમાજ આર્થિક રીતે સધ્ધર થાય તે માટે નાના મોટા ધંધા ઉધોગ પણ કરવા જોઈએ તેઓએ નાની મોટી મુશ્કેલીઓમાં સહયોગ કરવાની ખાત્રી આપી હતી. આ મીટીંગ માં સંતશ્રી બળદેવભાઈ સોલંકી. એડવોકેટ અશ્વિન વૈષ્ણવ. કાંતિભાઈ સોલંકી .સુભાષ સોલંકી.રમેશભાઈ સોલંકી. ગવલેશ ભગત .જીતેશભાઇ સુરતી. મહેશભાઈ સોલંકી. દિનેશભાઈ સોલંકી.અને વિજયભાઈ સોલંકી એ ચર્ચામાં ભાગ લીધો હતો .વાલ્મિકી સંમેલન ને સફળ બનાવવા સો જેટલા કાર્યકરો એ સ્વૈચ્છિક સેવા માટે જવાબદારી સંભાળી છે.





