(નીડર નિષ્પક્ષ તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા)સુરત
ગાંધીનગર ખાતે યોજાયેલા આ MOU એક્સચેન્જ બાદ શ્રમ અને રોજગાર (લેબર) મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ શ્રમિકો જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્રનિર્માણનો આધાર છે. જે શ્રમિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી આ પહેલ લાખો શ્રમિક પરિવારો માટે મજબૂત આરોગ્ય સુરક્ષા કવચ તેમજ મોટી આર્થિક રાહતનું માધ્યમ બનશે.
આ પહેલથી હવે રાજ્યમાં ESIC હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના પરિવારને જરૂરિયાત મુજબ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં અમર્યાદિત ખર્ચે સારવાર ઉપલબ્ધ થશે.
ESIC અંતર્ગત ઉપલબ્ધ સરકારી ભંડોળનો ઉપયોગ માત્ર શ્રમિકોના હિત અને કલ્યાણ માટે યોગ્ય રીતે થાય અને યોજનાનો કોઈપણ સ્તરે દુરુપયોગ ન થાય તેની પણ ખાસ કાળજી રાખવા પણ સૂચન કરવામાં આવ્યું છે.
આ નેટવર્કમાં રાજ્યની અગ્રણી તબીબી સંસ્થાઓ જેવી કે યુ. એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, જીએમઇઆરએસ હોસ્પિટલ્સ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (જીસીઆરઆઇ), ઇન્સ્ટિટયૂટ ઓફ કિંડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ એમ્સ રાજકોટ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં વધુ ૪૫ હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓ સાથે MOUની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે, જેના પૂર્ણ થયા બાદ ESICના લાભાર્થીઓ માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ટર્શરી કેર તથા સુપર સ્પેશિયાલિટી આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા વધુ સુદૃઢ બનશે.
ઉપરાંત વધુ હોસ્પિટલો જેમાં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધરમપુર, વલસાડ, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને સી. યુ. શાહ મેડિકલ કોલેજ, સુરેન્દ્રનગર સહિત વિવિધ લેબોરેટરીનો આ કામમાં સુંદર સહકાર સહભાગી થયો છે.





