બોલીવુડના ફેમસ ડિરેક્ટરે કર્યો ખુલાસો એક સમયે રેખા અમિતાભ બચ્ચનને પોતાનો પતિ માનવા લાગી હતી પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે
બોલીવુડમાં ઘણીવાર એવું થાય છે કે એક સાથે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યા પછી હીરો હીરોઇન એકબીજાના પ્રેમમાં પડે. પ્રેમમાં પડ્યા પછી ઘણા એક્ટર્સ લગ્ન કરી લેતા હોય છે તો ઘણાની લવ સ્ટોરીનો દુ:ખદ અંત આવી જતો હોય છે. પરંતુ તેની ચર્ચા વર્ષો સુધી થાય છે. આવી જ લવ સ્ટોરી છે અમિતાભ બચ્ચન અને રેખાની. એ વાત સૌ કોઈ જાણે છે કે રેખા અમિતાભ બચ્ચનના ગળાડૂબ પ્રેમમાં હતી. રેખા એક સમયે અમિતાભ બચ્ચનના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે તેને લગ્ન વિના જ પોતાના પતિ માનવા લાગી હતી. આ વાત બોલીવુડના એક ફેમસ ડિરેક્ટરે કરી છે.
રેખા અને અમિતાભ બચ્ચને પોતાના સંબંધોને સાર્વજનિક રીતે ક્યારેય સ્વીકાર્યા નથી. પરંતુ અમિતાભ બચ્ચન માટે રેખાનો પ્રેમ જગ જાહેર છે. તે વાતનો પુરાવો રેખાના જીવન પર લખાયેલી પુસ્તક રેખા ધ અનટોલ્ડ સ્ટોરીમાં પણ મળે છે. આ પુસ્તકમાં રેખાના અંગત જીવનના કેટલાક કિસ્સાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જ લેખક યાસિર ઉસ્માને ઉમરાવ જાનના નિર્દેશક મુઝફ્ફર અલીના હવાલેથી રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધને લઈને આ વાત લખી છે.
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે ઉમરાવ જાન નિર્દેશક મુઝ્ઝફર અલી માનતા હતા કે રેખા સાથે ખોટું થયું છે અને અમિતાભ બચ્ચને તેની સાથે લગ્ન કરી લેવાની જરૂર હતી. નિર્દેશકે એવું લખ્યું છે કે તેણે રેખાની સ્થિતિને ખૂબ નજીકથી જાેઈ હતી. રેખાને જાેઈને જ તેમને લાગ્યું હતું કે અમિતાભ બચ્ચને તેમના સંબંધને એક ઓળખ અને નામ આપવાની જરૂર હતી.
યાસિર ઉસ્માને તેની પુસ્તકમાં લખ્યા અનુસાર મુઝફ્ફર અલીએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે ઉમરાવ જાન ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું હતું ત્યારે રેખા અમિતાભ બચ્ચનના નામનો ઉલ્લેખ કેવી રીતે કરતી જાણે અમિતાભ બચ્ચન તેનો પતિ હોય. જે રીતે પત્ની પોતાના પતિને બોલાવતી હોય તે રીતે જ રેખા અમિતાભ બચ્ચનને બોલાવતી હતી. મુઝફ્ફર અલીએ રેખાની મનોદશા વિશે કહ્યું હતું કે એક સમયે એવો આવ્યો જ્યારે રેખા જીવતી લાશ જેવી બની ગઈ હતી તેણે મનોમન પોતાની જાતને અમિતાભ બચ્ચની પત્ની માની લીધી હતી. રેખા જે રીતે અમિતાભ બચ્ચનને પ્રેમ કરતી હતી તેને જાેઈને મુઝ્ઝફર અલીને લાગતું હતું કે અમિતાભ બચ્ચનને રેખા સાથેના પોતાના સંબંધને નામ આપવાની જરૂર હતી.
મહત્વપૂર્ણ છે કે જે ફિલ્મની વાત અહીં કરવામાં આવી રહી છે તે ઉમરાવ જાન ફિલ્મ ૧૯૮૧ માં રિલીઝ થઈ હતી અને રેખાના કરિયરની આ સૌથી બેસ્ટ ફિલ્મ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં તેના અભિનયને ખૂબ જ વખાણવામાં આવ્યો હતો. ઉમરાવ જાન ફિલ્મ માટે રેખાને રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ઉમરાવ જાન ફિલ્મથી રેખાને બેસ્ટ અભિનેત્રી તરીકે ઓળખ મળી હતી અને તેનું સ્ટારડમ નવી ઊંચાઈ સુધી પહોંચી ગયું હતું.





